કાતિલ ઠંડીના કારણે મહાકુંભમાં સ્નાન કર્યા પછી ત્રણ લોકોના મોત; ત્રણ હજાર લોકો પડ્યા બીમાર

  • India
  • January 15, 2025
  • 0 Comments

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી, 2025, સોમવારથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. કરોડો લોકો ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે મહાકુંભ પર પણ તીવ્ર ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. શાહી સ્નાન પછી ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 3 હજારથી વધુ લોકો બીમાર પડ્યા હોવાના સમાચાર છે.

તબિયત બગડવાના કારણે શરદ પવારની પાર્ટીના નેતાને સબ સેન્ટ્રલ હોસ્પિટલ ઝુંસી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સાથે કોટા રાજસ્થાનના અન્ય એક વ્યક્તિ સુદર્શન સિંહ પવારનું પણ મૃત્યુ થયુ છે. સુદર્શન સિંહ પણ તેમના મિત્રો સાથે મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા હતા.

સ્નાન કર્યા પછી જ્યારે તેમની તબિયત બગડી હતી. ત્યારે તેના મિત્રો તેને ઝુંસીની સબ સેન્ટ્રલ હોસ્પિટલ લઈ ગયા. મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાની શંકા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. આ સિવાય 85 વર્ષીય અર્જુન ગિરીને હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું.

આ અંગે સેન્ટ્રલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી ડૉ. મનોજ કૌશિકે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 13 જાન્યુઆરી, 2025 ના રોજ 3 હજારથી વધુ લોકો સારવાર માટે ઓપીડી પહોંચ્યા હતા. જેમાંથી 262 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા અને 37 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ લોકોને મેળા વિસ્તારની ઝુનસી અને અરૈલ હોસ્પિટલોમાંથી SRN રિફર કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 650 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાત્રે 8 વાગ્યા સુધી સેન્ટ્રલ હોસ્પિટલમાં 20 દર્દીઓ દાખલ હતા. તેમાંથી કેટલાક ભક્તો હતા અને કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ હતા. મેળા વિસ્તાર અને સેન્ટ્રલ હોસ્પિટલ અને SRN હોસ્પિટલ વચ્ચે એમ્બ્યુલન્સની અવરજવર સવારથી રાત સુધી ચાલુ રહી.

તો બીજી બાજુ પોલીસને 11 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયાના ખોટા સમાચાર પણ મળ્યા હતા. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન પોલીસને આ સમાચાર ખોટા લાગ્યા અને તેમણે આ મામલે FIR નોંધી. ત્યારે સોશિયલ મીડિયા પર ભ્રમ ફેલાવતી પોસ્ટ્સ દૂર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- જમ્મુ-કાશ્મીરમાં રહસ્યમય બીમારીથી એક મહિનામાં 14 લોકોના મોત

Related Posts

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 4 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 5 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 6 views

  • 8 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત