Tirupati Temple: ભગવાન વેંકટેશ્વરની પવિત્રતા જાળવવા મંદિરના 18 બિન હિન્દુ કર્મચારીઓને છૂટા કરાશે

  • India
  • February 5, 2025
  • 0 Comments
  • Tirupati Temple: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ દ્વારા બિન હિન્દુ કર્મચારીઓને નોટીસ આપવામાં આવી.
  • બિન હિન્દુ કર્મચારીઓને ટ્રાન્સફર કે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના દ્વારા હટાવવામાં આવશે.

Tirupati Temple વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પવિત્રતા જળવાય તેવા આશય સાથે 18 બિન હિન્દુ કર્મચારીઓને છૂટા કરી દેવાની કવાયત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD) દ્વારા હાથ ધરવામાં આવી છે. નોંધનિય છે કે, આજરોજ 18 બિન હિન્દુ કર્મચારીઓને નોટીસ પાઠવવામાં આવી છે.

બુધવારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD) દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, ભગવાન વેંકટેશ્વર મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખીને સંસ્થાન દ્વારા 18 બિન હિન્દુ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 18 બિન હિન્દુ કર્મચારીઓને ટ્રાન્સફર અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના હેઠળ છૂટા કરવામાં આવશે.

TTD બોર્ડ દ્વારા કહેવાયું છે કે, આપણાં મંદિરો અને ધાર્મિક કાર્યક્રમોની આધ્યાત્મિક પવિત્રતા અકબંધ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો અને અનુષ્ઠાનોમાં ભાગ લેવા સાથે બિન હિન્દુ ધાર્મિક ગતિવિધીઓમાં કથિત રૂપે સંકળાયેલા 18 કર્મચારીઓ સામે અનુશાસનાત્મક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યાં છે.

તાજેતરમાં જ બોર્ડ દ્વારા આવા કર્મચારીઓને દૂર કરવા અંગેનો સંકલ્પ જાહેર કરાયો હતો. ત્યારબાદ હવે આ કાર્યવાહીને વેગ આપવામાં આવ્યો છે. ટીટીડીના ચેરમેન બી.આર. નાયડૂએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, મંદિરની પવિત્રતા જળવાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને તેથી જ 18 બિન હિન્દુ કર્મચારીઓ સામે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો પહોંચ્યો પાતાળ લોકમાં; 25 પૈસા ઘટીને 87.37 પર

Related Posts

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી
  • September 18, 2026

Gallantry Award Railway Concession: સશસ્ત્ર દળોના વીરતા પુરસ્કાર મેળવનારાઓને હવે ભારતીય રેલવેમાં AC વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. રક્ષા મંત્રાલયે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારાઓ માટે ફર્સ્ટ…

Continue reading
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો
  • September 18, 2026

Tamil Nadu Electricity Crisis: મુખ્યમંત્રી જોસેફ વિજયે સરકારની કમાન સંભાળ્યાના ચાર મહિના બાદ તમિલનાડુમાં વીજકાપનો મુદ્દો ગંભીર બન્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી કોઈ નિશ્ચિત સમયપત્રક વિના વીજળી જતી રહેવાની ફરિયાદો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 2 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 3 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 6 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 7 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 5 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 10 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ