
- ટ્રેન હાઇજેક: પાક સેનાએ 16 આતંકી ઠાર મારીને બચાવ્યા 155 મુસાફર; ટ્રેનમાં સુસાઇડ જેકેટ પહેરીને બેસ્યા છે આતંકી
મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની સેના બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ એવા સમાચાર છે કે BLA બળવાખોરો સુસાઇડ જેકેટ પહેરીને ટ્રેનની અંદર બેઠા છે. તેમાં લગભગ 500 મુસાફરો સવાર હતા. આ હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી (BLA) એ લીધી છે.
BLA આર્મીએ 214 મુસાફરોને બંધક બનાવ્યા અને 30 પાકિસ્તાની સૈન્ય સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો છે. જો સુરક્ષા દળો પીછેહઠ નહીં કરે તો BLA એ તમામ બંધકોને મારી નાખવાની ધમકી પણ આપી છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ લગભગ 16 બળવાખોરોને ઠાર માર્યા અને 155 મુસાફરોને બચાવી લીધા છે.
હવે BLA એ પાકિસ્તાની જેલોમાં બંધ બલૂચ કેદીઓને મુક્ત કરવા માટે શાહબાઝ શરીફ સરકારને 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યો છે. જોકે, પાકિસ્તાની સેના-પોલીસે હજુ સુધી આ ઘટના પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આત્મઘાતી બોમ્બરોની હાજરીને કારણે ઓપરેશન અત્યંત સાવધાની સાથે હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી બંધકોના જીવને કોઈ નુકસાન ન થાય.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ બલુચિસ્તાનમાં ટ્રેન પર થયેલા હુમલાની નિંદા કરી છે. જીઓ ટીવી અનુસાર, પીપીપીના વડા બિલાવલ ભુટ્ટોએ કહ્યું, “પાકિસ્તાન માટે આતંકવાદીઓ સૌથી મોટો ખતરો છે.” આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવું એ કાયરતાપૂર્ણ કૃત્ય છે.
પાકિસ્તાની રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનના 450 મુસાફરો અને સ્ટાફ હજુ પણ સંપર્કથી બહાર છે અને હુમલામાં ઘણા મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. પાકિસ્તાન સેનાએ રાહત માટે એક ખાસ ટ્રેન મોકલી છે, જેમાં સૈનિકો અને ડોકટરોની ટીમ પણ શામેલ છે.
મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ 500 મુસાફરો સવાર હતા. આ હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી (BLA) એ લીધી છે.








