
Rich Temples: ભારતના ટોચના ૧૦ સૌથી ધનિક મંદિરો પાસે અંદાજે ₹૯ લાખ કરોડથી વધુની સંપત્તિ છે. ગ્લોબલ વેલ્થ ઇન્ડેક્સ-૨૦૨૬ અને વિવિધ અહેવાલો મુજબ, આ સંપત્તિ સોનાના ભંડાર, હીરા-ઝવેરાત, જમીન અને બેંક ડિપોઝિટના સ્વરૂપે છે.
ભારતના મુખ્ય ધનિક મંદિરોમા શ્રી પદ્મનાભસ્વામી મંદિર (કેરળ): આ વિશ્વનું સૌથી ધનિક મંદિર છે. તેના રહસ્યમય ભોંયરાઓમાંથી અંદાજે ₹૧.૨ લાખ કરોડથી વધુનો સોના અને ઝવેરાતનો ખજાનો મળી આવ્યો છે તિરુપતિ બાલાજી મંદિર (આંધ્રપ્રદેશ): વિશ્વનું ત્રીજું સૌથી ધનિક ધર્મસ્થળ છે. તેની કુલ જંગમ-સ્થાવર સંપત્તિ ₹૨.૫ લાખ કરોડથી ₹૩.૩૮ લાખ કરોડ સુધી અંદાજવામાં આવે છે. મંદિરમાં વાર્ષિક કરોડોનું દાન આવે છે.
શિરડી સાઈ બાબા મંદિર (મહારાષ્ટ્ર): ભારતનું સૌથી મોટું ચેરિટેબલ ટ્રસ્ટ ધરાવતા આ મંદિર પાસે આશરે ૩૮૦ કિલો સોનું, ૪૪૦૦ કિલો ચાંદી અને ₹૨૫૦૦ કરોડથી વધુનું બેંક બેલેન્સ છે, વૈષ્ણો દેવી મંદિર (જમ્મુ-કાશ્મીર): દર વર્ષે લાખો ભક્તો દ્વારા અહીં કરોડોનું દાન કરવામાં આવે છે. તેની વાર્ષિક આવક આશરે ₹૫૦૦ કરોડ ગણાય છે.
સિદ્ધિવિનાયક મંદિર (મુંબઈ): આ મંદિરની વાર્ષિક આવક અંદાજે ₹૧૨૫ કરોડ છે અને તેના શિખર પર સોનાનો ઢોળ ચડાવેલો છે.
સુવર્ણ મંદિર (પંજાબ): અમૃતસરનું હરમંદિર સાહિબ તેના સોનાના ગુંબજ અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. તેની અંદાજિત વાર્ષિક આવક ₹૫૦૦ કરોડથી વધુ છે.
સોમનાથ મંદિર (ગુજરાત): ગુજરાતનું આ ઐતિહાસિક મંદિર પણ ભારતના ધનિક મંદિરોમાં સ્થાન ધરાવે છે, જગન્નાથ મંદિર (ઓડિશા): પુરીના આ મંદિર પાસે વિશાળ જમીન અને કિંમતી રત્નોનો ભંડાર છે, મીનાક્ષી અમ્માન મંદિર (તમિલનાડુ): તેની સ્થાપત્ય કલા અને ભવ્ય ખજાના માટે તે જાણીતું છે કાશી વિશ્વનાથ મંદિર (ઉત્તર પ્રદેશ): વારાણસીમાં આવેલું આ મંદિર તાજેતરના વર્ષોમાં કોરિડોરના નિર્માણ બાદ દાન અને આવકમાં મોટો ઉછાળો જોઈ રહ્યું છે.
આ સિવાય સબરીમાલા મંદિર (કેરળ) અને અક્ષરધામ મંદિર (દિલ્હી) પણ દેશના સૌથી વધુ સંપત્તિ ધરાવતા ધાર્મિક સ્થળોમાં સામેલ છે.
વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ આ મુદ્દા ઉપર વિસ્તુત વિશ્લેષણ કર્યું છે તેઓએ કહ્યું કે આટલા મોટા પ્રમાણમાં મંદિરોમાં રહેલી રકમનો જો પ્રજાહિત માટે ઉપયોગ કરવામાં આવે તો જનતાની અડધી સમસ્યાઓ હલ થઈ શકે વિસ્તુત છણાવટ માટે જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






