
અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામ નજીકથી પસાર થતાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં ભયંકર આગ લાગી છે. ટ્રક કોડીનારથી ભાવનગર સિમેન્ટ ભરીને જઈ રહી હતી, ત્યારે એકાએક આગની દુર્ઘટના ઘટી છે.
આગ લાગતા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. રાજુલા નગરપાલિકા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પોહોંચી આગ પર કાબૂ મેળવાના પ્રાયસ હાથ ધર્યા છે. ઘટનાની જાણ પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી આવી છે. હાલ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયા છે.
આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગ લાગવાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાન પર હુમલો કરનારનો ઈરાદો શું હતો? કરીનાએ કર્યો ખુલાસો, ‘તે ખૂબ ગુસ્સે હતો’