
અમેરિકન રેપર ગાયિકા કાર્ડી બીએ ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. તેણે આરોપ લગાવ્યો છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે તેમના 3,000 ડોલર એટલે કે 26 લાખ રૂપિયાના જૂતાને નુકસાન થયું છે. એટલું જ નહીં, ગાયકે તેને થયેલા નુકસાનની ભરપાઈ કરી આપવા કહ્યું છે, અને એમ પણ કહ્યું છે કે આ જૂતા ખરીદવા માટે તેને ત્રણ બેન્ડની કિંમત ચૂકવવી પડી છે. કાર્ડી બીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેના ક્રિશ્ચિયન લુબાઉટિન જૂતા બગાડવાનો આરોપ લગાવ્યો છે.
વિડિયો લાઈવ કરી જૂતા બતાવ્યા
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે કાર્ડીએ સોશિયલ મીડિયા લાઈવ દરમિયાન તેના જૂતા બતાવ્યા હતા. તેણે કહ્યું કે જુઓ મારા જૂતા કેટલા ખરાબ થઈ ગયા છે, આ જૂતા ખરીદવા માટે મારે ત્રણ બેન્ડના પૈસા ખર્ચવા પડ્યા હતા, આ બધું ડોનાલ્ડ ટ્રમ્પના કારણે થયું છે. હવે મને તે ઓછા ગમે છે.
ટ્રમ્પની સુરક્ષા ટીમોને કારણે ગાયિકા ફસાઈ હતી
ગાયકે વધુમાં જણાવ્યું કે ન્યૂ ઓર્લિયન્સમાં સીઝર્સ સુપરડોમ ખાતે કાર્ટ સેવા ચોક્કસ સમય પહેલા બંધ થઈ ગઈ હોવાથી તેને ચાલવું પડ્યું હતુ. ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં હાજર હોવાથી આ કરવામાં આવ્યું. તેથી, સુરક્ષાના કારણોસર, કોઈ કાર ત્યાં જઈ શકી નહીં. ટ્રમ્પની સંભાળ રાખવા માટે સુરક્ષા ટીમો ત્યાં હાજર હતી. જેનાથીમુશ્કેલીઓ વધી ગઈ હતી.
લાઈવ દરમિયાન કાર્ડી ખૂબ જ ગુસ્સામાં દેખાઈ હતી. કાર્ડી બીએ કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે તો તે તેના નુકસાનની ભરપાઈ કરી શકે છે. પણ ઠીક છે, મને ખબર છે કે તે એવું નહીં કરે.
ગાયિકામાં ટ્ર્મ્પ પ્રત્યે ચૂંટણી પહેલાથી જ ગુસ્સે છે
કાર્ડીના વાયરલ વીડિયો પર લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી છે, કેટલાક યુઝર્સે ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી છે, તો કેટલાક તેમની ટીકા કરતા પણ જોવા મળ્યા છે. ગાયિકા ચૂંટણી પહેલાથી જ ટ્રમ્પ સામે ગુસ્સો કાઢી રહી છે. એમ કહી શકાય કે બંને વચ્ચેનો નારાજગી હજુ ખતમ થઈ નથી.
આ પણ વાંચોઃ Bharuch: કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના દીકરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
આ પણ વાંચોઃ Trump-Modi Meeting: તેલ-ગેસ, ‘TRUST’ અને AI… શું છે સોદો, જાણો મોદીએ ટ્રમ્પને શું કહ્યું?









