
Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર કડક વલણ અપનાવતા કહ્યું છે, કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખશે તો તેણે વધુ ભારે આયાત ટેરિફ ચૂકવવો પડશે.ટ્રમ્પે આ નિવેદન તેમના વિમાન એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતી વખતે આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું, “મેં વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી તે વખતે તેમણે કહ્યું હતું કે ભારત રશિયન તેલ ખરીદશે નહીં પરંતુ તેમછતાં મારી વાત નહિ માનીને જો તેઓ રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશેતો ભારત ઉપર વધુ ભારે ટેરિફ નાખવામાં આવશે.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર કડક વલણ અપનાવતા કહ્યું છે કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખશે તો તેણે ભારે આયાત ટેરિફ ચૂકવવો પડશે.ટ્રમ્પ વહીવટીતંત્ર માને છે કે જે દેશો રશિયા પાસેથી તેલ ખરીદે છે તેઓ યુક્રેન યુદ્ધને પરોક્ષ રીતે ભંડોળ પૂરું પાડી રહ્યા છે, અને તેથી,અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર સતત દબાણ કરી રહ્યું છે.તાજેતરના મહિનાઓમાં, અમેરિકાએ ભારત સહિત ઘણા દેશોને રશિયન તેલની આયાત ઘટાડવા અથવા બંધ કરવા વિનંતી કરી છે.
મહત્વનું છે કે ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે પીએમ મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં.જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારતની ઊર્જા નીતિનો હેતુ તેના ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે.તેમણે કહ્યું હતું કે ભારત એક જવાબદાર ઊર્જા આયાતકાર છે. અમે કિંમતો સ્થિર રાખવા અને પુરવઠાની વિવિધતા જાળવવા માટે સ્વતંત્ર રીતે અમારા નિર્ણયો લઈએ છીએ.ભારતે પુનરોચ્ચાર કર્યો કે તેની પ્રાથમિકતા આર્થિક સંતુલન અને સ્થાનિક જરૂરિયાતોને પૂર્ણ કરવાની છે, કોઈપણ રાજકીય દબાણને વશ ન થવુ જોઈએ.
આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ વહીવટીતંત્રે કપડાં, ફાર્માસ્યુટિકલ્સ અને કૃષિ ઉત્પાદનો સહિત અનેક ભારતીય ઉત્પાદનો પર આયાત જકાતમાં વધારો કર્યો હતો.
ભારતીય ઉદ્યોગ સંગઠનોનું કહેવું છે કે આ નીતિએ નિકાસ પર નકારાત્મક અસર કરી છે.જો રશિયન તેલ પર પણ નવા જકાત લાદવામાં આવે તો ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં ખટાશ આવી શકે છે.
પોતાના નિવેદનમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને રશિયન તેલ નહીં ખરીદવાનું વચન આપ્યું હતું. જોકે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે આવી વાતચીતનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી, જ્યારે પત્રકારો દ્વારા આ પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું કે જો તેઓ તેનું પાલન નહીં કરે, તો તેમને ભારે ટેરિફનો સામનો કરવો પડશે.
અત્રે નોંધનીય છે કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે.નવી દિલ્હી કહે છે કે તેનું લક્ષ્ય સસ્તું, ટકાઉ અને વૈવિધ્યસભર ઉર્જા પુરવઠો જાળવવાનું છે. ભારત હાલમાં સાઉદી અરેબિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને સંયુક્ત આરબ અમીરાત પાસેથી તેલ ખરીદે છે.દરમિયાન, ઉર્જા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રશિયન તેલ આર્થિક રીતે સૌથી વધુ સસ્તું સાબિત થઈ રહ્યું છે, અને તેથી, ભારત તેને તેની ઉર્જા સુરક્ષા વ્યૂહરચનાનો ભાગ માને છે.
આ પણ વાંચો:
Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?









