Afghanistan-Pakistan: અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટેનો દાવો કરનાર કતારે એવું કર્યું કે પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો!, યુદ્ધ ફરી શરૂ થશે?

  • World
  • October 20, 2025
  • 0 Comments

Afghanistan-Pakistan Conflict: અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે જે મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દે સમાધાન કરાવ્યાનો કતર દ્વારા દાવો કરાતા પાકિસ્તાનમાં ખુશી ફેલાઈ ગઈ હતી પણ આ ખુશી બીજા જ દિવસે મોટા ઝટકામાં ફેરવાઈ ગઈ કે જ્યારે કતરે પોતાનું નિવેદનજ બદલી નાખ્યું છે.

કતરે નિવેદન આપ્યું હતું કે વિવાદાસ્પદ સરહદ બ્રિટિશ વખતની છે, જેને અફઘાનિસ્તાને માન્યતા આપી નથી તે કાલ્પનિક છે.
અફઘાન સંરક્ષણ પ્રધાને ચોખવટ કરી કે દોહા મંત્રણામાં ડ્યુરન્ડ લાઇન પર ચર્ચા જ નથી થઈ અને તે માટે ચર્ચાનો પહેલેથી જ ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે આ મુદ્દો બંને દેશો વચ્ચેનો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કોઈપણ હુમલાનો અફઘાનિસ્તાન જવાબ આપશે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના હિંસક અથડામણો બાદ રવિવાર (19 ઓક્ટોબર) ના રોજ કતાર અને તુર્કીની મધ્યસ્થી વચ્ચે બંને દેશોના સંરક્ષણ પ્રધાનો દોહામાં મળ્યા જ્યાં કતારે એક નિવેદન બહાર પાડી બંને પક્ષો યુધ્ધ વિરામ માટે સંમત થયાની જાહેરાત કરી હતી. સાથે જ ઝઘડાનું મૂળ એવી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની ડ્યુરન્ડ લાઇનનો કતારે ઉલ્લેખ કરી ડ્યુરન્ડ લાઇન બ્રિટિશ વસાહતી યુગ દરમિયાન બનાવવામાં આવેલી એક કાલ્પનિક સરહદ હોવાનું અને અફઘાનિસ્તાન દ્વારા તેને ક્યારેય માન્યતા આપવામાં આવી નહી હોવાનું નિવેદન આપ્યું હતું.

જે દુનિયાભરના મીડિયાએ કવરેજ આપતા અફઘાનિસ્તાનમાં સરહદ અંગેના કતારના નિવેદનનો વિરોધ શરૂ થયો અને વિવાદ અને પ્રતિક્રિયાઓ વચ્ચે વિરોધનો વંટોળ ઉઠતા આખરે કતારે પાછળથી પોતાના નિવેદનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની વિવાદાસ્પદ ડ્યુરન્ડ લાઇન સરહદનો ઉલ્લેખ દૂર કરી દેતા પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે.

કતારના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરાયેલા સુધારેલા નિવેદનમાં હવે ડ્યુરન્ડ લાઇન સરહદનો ઉલ્લેખ નથી. અફઘાનિસ્તાનમાં અમેરિકાના ભૂતપૂર્વ ખાસ દૂત ઝાલ્મય ખલીલઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે કતારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેના પોતાના અગાઉના નિવેદનમાં ફેરફાર કર્યો છે.

દરમિયાન, અફઘાન સંરક્ષણ પ્રધાન મુલ્લા યાકુબ મુજાહિદે દોહાથી એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ડ્યુરંડ લાઇન પર ચર્ચા થઈ જ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કરારમાં ડ્યુરંડ લાઇનનો ઉલ્લેખ નથી અને તે ફક્ત બંને દેશો વચ્ચેનો આંતરિક મામલો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો પાકિસ્તાન હુમલો કરશે, તો અફઘાનિસ્તાન વળતો હુમલો કરી બદલો લેવામાં અચકાશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે ડ્યુરંડ લાઇન પર વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાને ક્યારેય તેને સ્વીકાર્યું નથી, જ્યારે આ સરહદને પાકિસ્તાન વાસ્તવિક આંતરરાષ્ટ્રીય સરહદ માને છે. આ મતભેદને કારણે બંને દેશો વચ્ચેની સરહદો પર અનેક હિંસક અથડામણો થઈ રહી છે અને મામલે કતરમાં બન્ને વચ્ચે સમાધાન થતાં પાકિસ્તાનને લાગ્યું કે સમસ્યાનો અંત આવી ગયો છે પણ હવે કતારે હાથ ખંખેરી લેતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે અને ફરી આ મુદ્દે જંગ છેડાય તેવા સંજોગો ઉભા થયા છે.

આ પણ વાંચો:

Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?

 Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?

BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો

 Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 0 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 3 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 5 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 4 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 8 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 7 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ