
Trump Tariffs News: અમેરિકાએ ચીન પર 100% ટેરિફ લાદવાની અને તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે,ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી વૈશ્વિક વેપાર પર અસર પડી શકે છે.
અમેરિકન ઉદ્યોગો માટે જરૂરી દુર્લભ રેર અર્થની નિકાસ પર ચીન દ્વારા પ્રતિબંધ મૂક્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.ચીનના આ આક્રમક વલણને ગણાવતા ટ્રમ્પે હવે ચીની ઉત્પાદનો પર વધુ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે 1 નવેમ્બર, 2025 થી, અમેરિકા ચીનથી આયાત થતા તમામ ઉત્પાદનો પર વધારાનો 100% ટેરિફ લાદશે.આ ટેરિફ પહેલાથી લાદવામાં આવેલા ટેરિફ ઉપર હશે, આ ઉપરાંત, અમેરિકા તે જ દિવસે તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો પણ લાદશે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં નવા ટેરિફની જાહેરાત કરી. તેમાં, તેમણે લખ્યું કે 1 નવેમ્બર, 2025 થી અથવા તે પહેલાં યુએસ ચીનથી થતી તમામ આયાત પર 100% ટેરિફ લાદશે
અમેરિકન રાષ્ટ્રપતિના મતે, ચીનના પગલાંથી અમેરિકાને કડક પગલાં લેવાની ફરજ પડી છે, જેમાં તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેર પર વધારાના ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે આ કાર્યવાહી ફક્ત અમેરિકાના હિત માટે છે, અને અન્ય દેશો અંગેના નિર્ણયો અલગથી લેવામાં આવશે.
નિષ્ણાતોના મતે, ચીનથી અમેરિકામાં આયાત થતી લગભગ દરેક વસ્તુ પર ભારે ટેરિફ લાગુ પડે છે.
હાલમાં સરેરાશ અસરકારક ટેરિફ દર લગભગ 40% છે, જેમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% અને ગ્રાહક માલ પર 7.5% સુધીનો સમાવેશ થાય છે.
અગાઉ, તેમણે દક્ષિણ કોરિયાની આગામી મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મળવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમને આવી મુલાકાત માટે હવે કોઈ કારણ દેખાતું નથી. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ચીન દુર્લભ રેર અર્થ માટે પ્રતિબંધ ચાલુ રાખશે, તો વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “અમે જે નીતિઓ પર વિચાર કરી રહ્યા છીએ તેમાંની એક યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા ચીની ઉત્પાદનો પર ટેરિફમાં નોંધપાત્ર વધારો છે. અન્ય ઘણા પ્રતિકૂળ પગલાં પણ છે જેના પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.”
ટ્રમ્પે કહ્યું કે ચીન વધુને વધુ આક્રમક બની રહ્યું છે. “ચીન ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર ચિપ્સ, લેસર અને અન્ય ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતા રેર અર્થ ઍક્સેસને પ્રતિબંધિત કરીને વિશ્વને બંધક બનાવી રહ્યું છે,” ટ્રમ્પે પોસ્ટ કર્યું. મેં રાષ્ટ્રપતિ શી જિપનિંગ સાથે વાત કરી નથી કારણ કે આ બધા દેશોને લાગુ પડે છે અને મારા એકલા માટે કોઈ કારણ નથી.
ઉલ્લેખનીય છે ચીને રેર અર્થ અને તેનાથી સંબંધિત ટેકનોલોજીના નિકાસ પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
આ મહિનાના અંતમાં યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક યોજાય તે પહેલા ચીને આ પગલું ભર્યું હતું.
ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિયમો અનુસાર, વિદેશી કંપનીઓએ હવે ચીનમાંથી મેળવેલા રેર અર્થ તત્વોની થોડી માત્રા પણ ધરાવતી કોઈપણ પ્રોડક્ટની નિકાસ કરતા પહેલા ખાસ મંજૂરી મેળવવી પડશે. તેમાં જણાવાયું છે કે ચીન રેર અર્થ ખાણકામ, ગંધ, રિસાયક્લિંગ અને ચુંબક બનાવવા સંબંધિત ટેકનોલોજીના નિકાસ પર પરવાનગી નિયમો પણ લાદશે.
મહત્વનું છે કે આખી દુનિયામાં રેર અર્થનો સૌથી વઘુ હિસ્સો એકલા ચીન પાસે છે એટલે કે દુનિયાના કુલ હિસ્સાનો મોટોભાગ ચીન પાસે છે.
દુનિયાના કુલ ઉત્પાદનના ૯૦% જેટલી રેરઅર્થ ચીનમાં બનતી હતી જે ૨૦૧૧ સુઘીમાં ૯૭% સુઘી પહોંચી છે.
એનો અર્થ એ થયો કે દુનિયાની જરૂરિયાતનો લગભગ બઘો માલ ચીનથી આવવા લાગ્યો. ૧૯૯૦થી ચીને આનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી કેટલો માલ અન્ય દેશોને વેચશે અને કઇ કઇ કંપનીઓ આ કારોબારનો હિસ્સો બનશે આમ ત્યારથી રેર અર્થ મામલે દુનિયા ચીન પર નિર્ભર થઇ ગઇ છે અને હવે ચીન વધુ કડક બન્યું છે અને હવે ચીને રેર અર્થ કોઈને આપશે નહિ કે તેનાથી સંબંધિત ટેકનોલોજીના નિકાસ પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે.
આ વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલા આયાત કર બાદ અમેરિકા અને ચીન વેપાર વાટાઘાટોમાં લાભ મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે.
સ્વિટ્ઝર્લૅન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં વાટાઘાટો પછી બંને દેશો ટેરિફ ઘટાડવા સંમત થયા હતા, પરંતુ ચીન દુર્લભ રેર અર્થ યુએસને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરતા યુએસ ટેકનોલોજીની વિશાળ શ્રેણી માટે આવશ્યક રેર અર્થ માટે અમેરિકામાં મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે પરિણામે ચીન ઉપર દબાણ લાવવા 100 ટકા ટેરીફ લાદવાની જાહેરાત કરી છે જેની વૈશ્વિક અસરો ઉભી થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
આ પણ વાંચો:
Karwa Chauth 2025: આજે કરવા ચોથ પર આ સમયે ચંદ્ર દેખાશે, સાંજની પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.
Bhavnagar: ‘હાય રે મોદી હાય હાય’, મહુવામાં ખરાબ રોડ રસ્તાને લઇ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા
અરવલ્લીમાં આરોપ: ભાજપા નેતા ખુમાનસિંહની દાદાગીરી, માટી લેવા દેતા નથી, ખેડૂતો ક્યા જાય? | Aravalli









