
સુરેન્દ્રનગરમાં ભૂંડનો ત્રાસ ફેલાયો છે. ત્યારે આ મામલે શહેરમાં ભૂંડ પકડવા મુદ્દે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ છે. અથડામણમાં 9 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. બે જૂથો વચ્ચે થયેલી અથડામણનો વીડિયો પણ આવ્યો સામે આવ્યો છે.
બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું
સામાન્ય બોલાચાલી બાદ મામાલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બે જૂથો તલવાર, ધારીયા, ધોકા સહિતના સાધનો સાથે મારામારી કરી. શહેરના હેલિપેડ નજીક ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર શહેરમાં જાહેરમાં મારામારી થતાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે.
હાલ આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.