
ગુજરાત સહિત દેશમાં મહિલાઓના બળાત્કાર, અપહરણ સહિત દુષ્ટકૃત્યો વધી રહ્યા છે. ત્યારે હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રહેતી એક પરિવારની સગીર વયની બાળાનું અપહરણ થતાં ચકચારી મચી ગઈ છે. હાલ આ કિસ્સામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી તપાસ તેજ કરી છે.
મળતી વિગતો અનુસાર ભાણવડ તાલુકામાં રહેતી એક સગીર વયની બાળાના અપહરણની ફરિયાદ થતાં સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભીને મોડપર ગામના રહીશ રજાક ઉર્ફે ટકો મામદ નાગલા અને ભાણવડ તાલુકાના રૂપામોરા ગામના હનીફ કારૂ કાંટેલીયા નામના બે શખ્સોને ઝડપી લઇ, બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
વધુમાં જાણવા મળી રહ્યું છે કે તાંત્રિક વિધિના નામે સગીરાનું અપહરણ કરાયું. આર્થિક ભીંસમાં ફસાયેલા પરિવારને તાંત્રિક વિધિના નામે લલચાવીને ભરોસામાં લીધા હતા. ભરોસામાં રાખીને પરિવારની સગીર વયની કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.