UAE: યુએઈમાં મહિલા બાદ બે ભારતીય પુરુષોને ફાંસી, કારણ જાણી ચોકી જશો!

  • World
  • March 6, 2025
  • 0 Comments
  • યુએઈમાં ભારતીય નાગરિકોને ફાંસી
  • યુએઈમાં ભારતીયોની મૃત્યુદંડની સજાનો મુદ્દો ગંભીર
  • મહિલા બાદ બે પુરુષોને ફાંસીની સજા

તાજેતરમાં જ યુએઈમાં એક ભારતીય મહિલાને ફાંસી આપી દેવાઈ છે. ત્યારે હવે બીજા સમાચર મળી રહ્યા છે કે બે ભારતીય નાગરિકો મોહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલને હત્યામાં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ફાંસી આપી દેવામાં આવી છે. ભારતના વિદેશ મંત્રાલયએ આ પુષ્ટિ કરી છે. બંને ભારતીય નાગરિકો કેરળ રાજ્યના રહેવાસી હતા. બંને જુદી જુદી હત્યાની સંડોવણીમાં ફસાયેલા હતા. મોહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુને અમીરાતના નાગરિકની હત્યાનો દોષી ઠેરવ્યો હતો. જ્યારે મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલને ભારતીય નાગરિકની હત્યાનો દોષી જાહેર કર્યો હતો.

સંયુક્ત આરબ અમીરાતની સર્વોચ્ચ અદાલત, કોર્ટ ઓફ કેસેશન, એ બંને ભારતીય નાગરિકોની સજા ફટકારી હતી. આ બંને આોરોપીઓને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ, UAE અધિકારીઓએ ભારતીય દૂતાવાસને જાણ કરી કે બંનેને ફાંસી આપવામાં આવી છે. દૂતાવાસ અને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ મૃતકોના પરિવારોના સંપર્કમાં છે અને અંતિમ સંસ્કાર પ્રક્રિયામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અગાઉ ભારતીય મહિલાને ફાંસીને માચડે ચઢાવી દેવાઈ

આ કેસ યુએઈમાં ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા ફટકારવાનું બીજું ઉદાહરણ છે. આ પહેલા 15 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાની 33 વર્ષીય મહિલા શહજાદી ખાનને પણ ફાંસી આપવામાં આવી હતી. શહજાદી પર 4 મહિનાના બાળકની હત્યાનો આરોપ હતો અને દુબઈમાં બે વર્ષની જેલ બાદ તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

વિદેશમાં ભારતીય નાગરિકો મૃત્યુદંડનો કરી રહ્યા છે સામનો

ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે 13 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે યુએઈમાં 29 ભારતીય નાગરિકો મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે. યુએઈ એ દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ભારતીય નાગરિકો મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે.

ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા

યુએઈમાં ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજાનો મુદ્દો એક ગંભીર મુદ્દો છે, જે ભારત અને યુએઈ વચ્ચે રાજદ્વારી ચર્ચાઓને અસર કરી શકે છે. મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિકોની સંખ્યા પર નજર રાખવી અને તેમના પરિવારોને મદદ કરવી એ વિદેશ મંત્રાલયની પ્રાથમિકતાઓમાંની એક છે.

આ પણ વાંચોઃ  Panchmal: યુવતીને ભગાડી જનાર યુવકનું ઘર પેટ્રોલ છાંટી સળગાવ્યું, 1 મહિલાને ધારિયુંના ઘા

આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?

આ પણ વાંચોઃ અમરેલી જીલ્લામાં વધુ એક સિંહ હુમલાની ઘટના, બચકા ભરેલી લાશ મળી, અગાઉ એક ખડૂતનો લીધો હતો જીવ |Amreli Lion attack

 

Related Posts

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી
  • August 5, 2025

Trump threat: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે વેપાર યુદ્ધને વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત પર ખૂબ મોટા પાયે નવા ટેરિફ લાદવામાં આવશે…

Continue reading
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?
  • August 5, 2025

Russia Ukraine war: એક બાજુ તો રશિયા અને અમેરિકા યુક્રેનના યુદ્ધમાં સંપૂર્ણ રીતે ભાગ લઈ રહ્યું હોય તેવું લાગે છે. તે વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 1 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 4 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 9 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 22 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 7 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ