
Uniform Civil Code in Gujarat: ઉત્તરાખંડ UCC કાયદો લાગુ કરવામાં પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ UCC લાગુ કરવાની કવાયત ચાલી રહી છે. આજે બપોરે મુખ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ યોજી છે. જેમાં મહત્ત્વની જાહેરાત કરાઈ છે.
પત્રકાર પરિષદને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે ‘ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પ્રદર્શન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઇની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.’
કમિટીમાં કોનો સમાવેશ કરાયો ?

રાજ્ય સરકાર દ્વારા 5 સભ્યોની કમિટી બનાવાઈ છે. જેમાં સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈ તેના અધ્યક્ષ , તેમજ સભ્યમાં વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીના, એડ્વોકેટ આર.સી.કોડેકર , ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર, સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામા આવ્યો છે. આ કમિટી 45 દિવસમાં સરકારને નિર્ણય સોંપશે.
કોણ છે રંજના દેસાઈ?
રંજના દેસાઈ 13 સપ્ટેમ્બર 2011થી 29 ઓક્ટોબર 2014ની વચ્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહી ચૂક્યા છે. રંજના દેસાઈએ જ 8 મે, 2012ના રોજ જસ્ટિસ અલતમ કબીરની સાથે હજ સબસિડી ખતમ કરવાનો નિર્ણય આપ્યો હતો.
આ પણ વાંચોઃ અભય ચુડાસમાએ IPS પદેથી આપ્યું રાજીનામું, શું છે કારણ?
યુનિફોર્મ સિવિલ કોર્ડ કાયદો શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદા એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરાશે.
બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. આ કાયદા પ્રમાણે, દેશભરના નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરાઈ છે. આ પાછળનો તર્ક વિવિધ કાયદાને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં.
આ પણ વાંચોઃ વાર્ષિક 12 લાખ રૂપિયાની આવક પર INCOME TAXની છૂટથી ભગતરામને શું ફાયદો!