શું તુલસી ગબાર્ડે “ભારતનું ચૂંટણી પંચ EVM સુરક્ષિત હોવાના દાવા” પોકળ સાબિત કર્યાં?

  • EVM હેક થઈ શકે છે, અને તેના પુરાવા પણ છે – અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ
  • દેશમાં ચૂંટણીની પ્રામાણિકતામાં મતદારાને વિશ્વાસ રહે તે માટે બેલેટ પેપરથી ફરજીયાત મતાદન કરવું જોઈએ – તુલસી ગબાર્ડ

EVM Safe or Not । છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતમાં ઈવીએમ મશીન દ્વારા થતાં મતદાનમાં ગરબડ થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતી હોય છે. જોકે, ભારતનું મહાન ચૂંટણી પંચ ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (ઇવીએમ) એકદમ સુરક્ષિત હોવાના છાતી ઠોકીને દાવા કરતું રહ્યું છે. ત્યારે બીજી તરફ અમેરિકામાં થોડા સમય પહેલાં એલોન મસ્કે ઇવીએમ સંપૂર્ણ સુરક્ષિત ના હોવાની વાત કહી હતી. ત્યારબાદ હવે અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર અને ભારતીય મૂળના તુલસી ગબાર્ડે દાવો કર્યો છે કે, ઈવીએમ હેક થઈ શકે છે અને તેના પુરાવા પણ મળ્યાં છે. તુલસી ગબાર્ડના નિવેદનને પગલે એમ કહી શકાય કે, તેમણે ભારતના ચૂંટણી પંચના દાવાઓને એકરીતે પોકળ સાબિત કર્યાં છે. જોકે, મળતી માહિતી મુજબ તુલસી ગબાર્ડના નિવેદન બાદ પણ ચૂંટણી પંચે ઇવીએમ એકદમ ફૂલપ્રૂફ હોવાનું રટણ ચાલું જ રાખ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ બેઠકમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે કહ્યું હતું કે, ઈવીએમ સિસ્ટમ હેક થઈ શકે છે. માટે સમગ્ર દેશમાં બેલેટ પેપરથી મતદાન કરાવવું જોઈએ. ઇવીએમ લાંબા સમયથી હેકર્સના ટાર્ગેટ પર છે અને ઇવીએમને હેક કરી શકાય છે તેના પુરાવાઓ પણ આપણી પાસે છે. ઇવીએમને હેક કરીને હેકર્સ મતની સંખ્યા સાથે ચેડાં કરી શકવા સમર્થ હોય છે. માટે ઇવીએમ સિસ્ટમ સ્હેજપણ વિશ્વાસપાત્ર નથી. દેશના મતદારોનો ચૂંટણીની પ્રામાણિકતામાં વિશ્વાસ ટકાવી રાખવા માટે આપણે બેલેટ પેપરથી મતદાન થાય તેવું ફરજીયાત કરવું જરૂરી છે.

તુલસી ગબાર્ડના નિવેદનને પગલે અમેરિકા ઉપરાંત ભારતમાં પણ તેના પ્રત્યાઘાત પડ્યા છે. હાલ ગુજરાતમાં સત્તા પુનઃ પ્રાપ્ત કરવાની મથામણ કરી રહેલી કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષ દ્વારા ફરી એકવાર ભારતમાં બેલેટ પેપરથી મતદાન થાય તેવી માગણી ઉઠવા પામી છે. જોકે, ભારતના ચૂંટણી પંચે એક્સ પર પોસ્ટ કરીને ઈવીએમ સિસ્ટમ સુરક્ષિત હોવાના દાવા કર્યાં છે.

મોદી સરકારના ચૂંટણી પંચનું છાતી ઠોકીને કહેવું છે કે, ભારતની ઈવીએમ સિસ્ટમ ખૂબ જ ફૂલપ્રૂફ છે. આપણાં ઇવીએમ મશીન હેકિંગ પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે. ઇવીએમ મશીન ઇન્ટરનેટ કે ઇન્ફ્રારેડ સાથે જોડી શકાતું નથી. ભારતમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ નહીં પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થાય છે. જે એક કેલક્યુલેટરની માફક કામ કરે છે.

સુપ્રિમ કોર્ટમાં પણ ભારતના ઇવીએમ મશીન ખરાં સાબિત થયા હતાં. મતદાન શરૂ થતાં પહેલાં મોક પોલમાં પણ ઇવીએમની તમામ પક્ષાનો પ્રતિનિધિઓ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઇવીએમ મશીન હેક કરી નથી શકાતું એ બાબતે કદાચ ચૂંટણી પંચનો દાવો સાચો હોઈ શકે પરંતુ ભારત જેવા ભ્રષ્ટ દેશમાં મતદાન પહેલાં જ ઇવીએમમાં ચોક્કસ પ્રોગ્રામ ફિટ કરી આપવાની વ્યવસ્થા થાય છે કે નહીં? તે બાબતે ચૂંટણી પંચ અત્યાર સુધી મગનું નામ મરી પાડતું નથી.

  • Related Posts

    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!
    • August 6, 2025

     RAM RAHIM PAROLE: બળાત્કારી ડેરા પ્રમુખ ગુરમીત સિંહને 40 દિવસના પેરોલ જેલમાંથી છૂટો કરાયો છે. સુનારિયા જેલમાં બંધ હતો. મંગળવારે સવારે તેમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો.…

    Continue reading
    Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?
    • August 6, 2025

    Renuka Chowdhury : રાજયસભામાં કોંગ્રસની સાસંદ રેણુકાએ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપ સરકારને સવાલો કર્યા હતા. એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    • August 6, 2025
    • 5 views
    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    • August 6, 2025
    • 4 views
    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

    • August 6, 2025
    • 7 views
    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

    • August 6, 2025
    • 15 views
    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

    Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

    • August 6, 2025
    • 27 views
    Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

    Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

    • August 6, 2025
    • 10 views
    Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના