
Under 19 Women’s T20 World Cup: ભારતીય મહિલા અંડર-19 ટીમે વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 9 વિકેટથી હરાવીને બીજી વખત મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતે 2023 અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો છે. હવે ફાઇનલમાં, ભારતીય અંડર 19 મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને 9 વિકેટથી જીત મેળવવામાં સફળ રહી. ભારતીય ટીમે સતત બીજી વખત અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. અગાઉ વર્ષ 2023માં પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય અંડર 19 મહિલા ટીમે વર્તમાન ટુર્નામેન્ટની બધી જ 7 મેચ જીતી લીધી છે અને ટાઇટલ જીતવામાં સફળ રહી છે. ભારતે અગાઉ વેસ્ટ ઈન્ડિઝ (9 વિકેટ), મલેશિયા (10 વિકેટ), શ્રીલંકા (60 રન), બાંગ્લાદેશ (8 વિકેટ), સ્કોટલેન્ડ (150 રન) અને ઇંગ્લેન્ડ (સેમિફાઇનલમાં 9 વિકેટ)ને હરાવ્યું હતું.
ત્યારબાદ ફાઇનલમાં, ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 9 વિકેટથી હરાવી અને અંડર 19 ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના બાય્યુમાસ ઓવલ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટુર્નામેન્ટ યોજાઈ હતી.
આ પણ વાંચોઃ Mahakumbh 2025: મહાકુંભ જતાં ગુજરાતીઓની સુવિધામાં ફરી વધારો