
UP: ઉત્તર પ્રદેશના આગ્રાથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં શહેરથી લગભગ 50 કિમી દૂર ખલકી મઢૈયા ગામમાં એક પ્રેમી તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો. પરંતુ ગામલોકોને આ વાતની જાણ થતાં જ તેમણે પ્રેમીને પકડી લીધો અને માર માર્યો. પરંતુ બાદમાં બંનેની સંમતિથી તેમના લગ્ન થઈ ગયા. તમને જણાવી દઈએ કે છોકરી છોકરાના મોટા ભાઈની સાળી છે.
શું છે આખો મામલો?
आगरा: थाना निबोहरा क्षेत्र के खलकाकी मढैया गांव में बीती रात प्रेम प्रसंग का अनोखा मामला सामने आया। प्रेमिका से मिलने आए प्रेमी को ग्रामीणों ने रंगे हाथों पकड़कर जमकर धुनाई कर दी। बाद में परिजनों की मौजूदगी में दोनों की शादी मंदिर में करा दी गई। pic.twitter.com/XAFeHqSyy9
— Gagandeep Singh (@GagandeepNews) August 25, 2025
આ આખી ઘટના ખલકી મઢૈયાની છે. અહીં એક સોનૂ નામનો પ્રેમી મધ્યપ્રદેશથી તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો. પરંતુ જ્યારે પ્રેમી અને પ્રેમિકા એકબીજાને મળી રહ્યા હતા, ત્યારે ગામલોકો ત્યાં પહોંચી ગયા. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ પ્રેમી સોનૂને માર માર્યો. માર માર્યા બાદ તેના લગ્ન છોકરી સાથે મંદિરમાં કરાવી દીધા. પરંતુ લગ્ન પહેલા છોકરાના મધ્યપ્રદેશનારાયપુરમાંથી છોકરાના પિતાને બોલાવવામાં આવ્યા. પિતા ગામમાં પહોંચ્યા પછી, બંને પક્ષો બેસીને વાત કરી. વાતચીતમાં નક્કી થયું કે બંનેના લગ્ન કરાવી દેવા જોઈએ. પ્રેમી અને પ્રેમિકાના લગ્નસમારોહ ગામના મંદિરમાં પૂર્ણ થયો.
આ દરમિયાન છોકરીના પરિવારે તેમની પુત્રીને વિધિવત રીતે લગ્નમાં કરીવિદાય આપી દીધી. લગ્ન પછી પ્રેમીઓ પતિ-પત્ની બન્યા. મિડિયા સામે પ્રેમીએ કહ્યું કે તેમનો પ્રેમ સંબંધ દોઢ વર્ષથી ચાલી રહ્યો છે. પ્રેમિકાએ પણ આ જ વાત પુનરાવર્તન કરી. ઉલ્લેકનીય છે કે છોકરી છોકરાના મોટા ભાઈની સાળી થાય છે. જેથી બંને પરિવારો એકબીજાને સારી રીતે જાણે છે.
અનોખા લગ્નનો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો
જો કે આ અનોખા પ્રેમ સંબંધ આખા જિલ્લામાં ચર્ચાનો વિષય રહ્યા. રવિવારે સવારે ગામલોકોએ બંનેના લગ્ન મંદિરમાં કરાવ્યા. આ પછી, સોનુ છોકરીને પોતાની સાથે મધ્યપ્રદેશમાં તેના ઘરે લઈ ગયો. લોકો યુવકને પહેલા માર મારવામાં આવ્યો અને પછી લગ્ન કરાવી દેવાની મજાક પણ ઉડાવતા રહ્યા.
આ પણ વાંચો:
J.J. Mevada: BJP નેતાની 300 કરોડની સંપતિ જપ્ત થશે, AAPમાંથી ભાજપમાં ગયા પણ મેળ ના પડ્યો!
Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?
Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?
Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!