UP Crime: મારા જ ભાઈએ મારા પતિને ગોળી મારી, 3 દિવસ પહેલા જ ભાણીને જન્મ આપનાર માતાની વેદના, શું છે કારણ?

  • India
  • July 23, 2025
  • 0 Comments

UP Crime: ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાના ફાફુંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક યુવકને તેના સાળાએ ગોળી મારી દેતા હોબાળો મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે લવ મેરેજ કર્યાના 4 વર્ષ પછી બહેના પતિ પર હુમલો કર્યો છે. ઈજાગ્રસ્ત યુવકની હાલત હજુ પણ ગંભીર છે, તેને સૈફઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી જાણકારી અનુસાર 4 વર્ષ પહેલા યુવક અને યુવતીએ કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા. છોકરી તેના પરિવારની ઈચ્છા વિરુધ્ધ આ લગ્ન કર્યા હતા. ત્યારથી છોકરીનો પરિવાર બહેન અને તેના પતિ પ્રત્યે દુશ્મનાવટ રાખતો હતો. તમને જણાવી દઈએ કે માત્ર 3 દિવસ પહેલા યુવતીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારે હાલ છોકરીને ભાઈ તેના પતિને ગોળી મારી દીધી છે.

દીપકને દેવેન્દ્ર ગમતો ન હતો

આ સમગ્ર મામલો ઔરૈયાના ફાફુંડ પોલીસ સ્ટેશન વિસ્તારના અતા કી મડિયા ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીં રહેતા દેવેન્દ્રએ લગભગ 4 વર્ષ પહેલા દીપકની બહેન કાજલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો પણ છે. કાજલે આ લગ્ન તેના પરિવારની મરજી વિરુદ્ધ કર્યા હતા. દીપક અને તેનો પરિવાર આ વાતને લઈને ગુસ્સે હતા અને ત્યારથી જ દેવેન્દ્ર સામે દ્વેષ રાખતા હતા.

રાત્રે ફરવા ગયો હતો અને ગોળી મારી

દેવેન્દ્ર વ્યવસાયે બાઇક મિકેનિક તરીકે કામ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે તે રાત્રિભોજન પછી ઘરેથી ફરવા માટે નીકળ્યો હતો. ગામ નજીકના રસ્તા પર પહોંચતાની સાથે જ તુર્કીપુર ગામના રહેવાસી દીપક ત્યાં આવ્યો અને દેવેન્દ્ર પર ગોળીબાર કર્યો. ખભામાં ગોળી વાગવાથી દેવેન્દ્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો .

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાંથી તેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે આરોપીને પકડીને તેની ધરપકડ કરી છે.

બંનેના ગામ અલગ, ઘર વચ્ચેનું અંતર માત્ર 200 મીટર

આરોપી સાળા દીપક અને ઘાયલ બહેનના પતિ દેવેન્દ્રના ગામ અલગ છે, પરંતુ તેમના ઘર વચ્ચે ફક્ત 200 મીટરનું અંતર છે. ઈજાગ્રસ્ત દીપકના ગામમાં કોઈ દુકાન ન હોવાથી, તે દરરોજ ગુટખા ખરીદવા માટે તેના સાળાના ગામમાં જતો હતો. મંગળવારે મોડી રાત્રે, દુકાને જતી વખતે, આરોપી સાળાએ તેને ગોળી મારી દીધી.

પત્નીએ શું કહ્યું?

આ ઘટના બાદ દેવેન્દ્રની પત્ની અને આરોપી દીપકની બહેન કાજલનું નિવેદન પણ સામે આવ્યું છે. કાજલે કહ્યું કે, મેં મારા પરિવાર વિરુદ્ધ કોર્ટ મેરેજ કર્યા હતા. હવે અમારા બે બાળકો છે. હું ચાર વર્ષથી મારી માતાના ઘરે ગઈ નથી, પરંતુ આજે મારા જ ભાઈએ મારા પતિને ગોળી મારી દીધી.

પોલીસે શું શું બોલી?

આ સમગ્ર કેસ અંગે એરિયા ઓફિસર અજીતમલ મહેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, એક મહિલાએ 4 વર્ષ પહેલા તેના જ ગામના એક પુરુષ મિત્ર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. મહિલાએ 3 દિવસ પહેલા જ એક પુત્રીને જન્મ આપ્યો હતો. મહિલાનો ભાઈ આ લગ્નનો વિરોધ કરતો હતો. તેણે જ યુવકને ગોળી મારી હતી. પીડિતાની સૈફઈ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

પણ વાંચો:

Akhilesh Yadav: ભાજપના ઈશારે 18 હજાર વોટ ડિલિટ, ચૂંટણી પંચને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં

UP Electricity problem: ભાગવાનો રસ્તો નહીં મળે, ચૂપચાપ ઘરે પડી રહો, જોઈ લો ભાજપના રાજમાં પોલીસની દાદાગીરી!

Viral video: ટેબલ પર વંદો જોતાં જ છોકરીએ બર્ગરમાં દબાવી દીધો, પછી જે કર્યું તે જોઈ દંગ રહી જશો!

દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે Air India ની ફ્લાઇટમાં આગ, કયા ભાગમાં લાગી આગ?

UP Crime: મહિલા કોન્સ્ટેબલ પર સબ ઈસ્પેક્ટરે રેપ કર્યો, અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી!, પિડિતાના ગંભીર આરોપ

Akhilesh Yadav: ‘ધીરેન્દ્ર શાસ્ત્રી ટેબલ નીચે મોટી ફી લે છે, તેમને બોલાવવાની તાકાત છે કોઈનામાં?’

 

Related Posts

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ
  • August 5, 2025

Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે…

Continue reading
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ