
UP News: ઉત્તર પ્રદેશના બરેલીના ફતેહગંજ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપ છે કે એક મદરેસાના સંચાલકે પોતાની જ સંસ્થામાં કામ કરતી મહિલા શિક્ષિકાને કામના બહાને બોલાવી અને તેના પર બળાત્કાર ગુજાર્યો. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી અને આરોપી મદરેસાના સંચાલકની ધરપકડ કરી અને તેને જેલમાં ધકેલી દીધો છે.
કામના બહાને બોલાવીને બળાત્કાર ગુજાર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેહગંજ પશ્ચિમ વિસ્તારમાં સ્થિત એક મદરેસાના સંચાલક ઝુબૈરે થોડા દિવસો પહેલા કોઈ કામનું કારણ આપીને પોતાની જ મદરેસામાં કામ કરતી શિક્ષિકાને મદરેસામાં બોલાવી હતી. ત્યારબાદ આરોપીએ ત્યાં શિક્ષક પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે શિક્ષિકા લાંબા સમય સુધી ઘરે પરત ન આવી, ત્યારે પરિવાર ચિંતિત થઈ ગયો અને શોધવી નીકળી પડ્યો હતો.
પરિવાર મદરેસા પહોંચ્યો અને દીકરીની હાલત જોઈ
જ્યારે પરિવાર મદરેસા પહોંચ્યો ત્યારે તેમણે જોયું કે શિક્ષિકા બેભાન હતી અને તેના કપડાં વિખરાયેલા હતા. આ જોઈને પરિવાર ચોંકી ગયો. તેમણે તાત્કાલિક ફતેહગંજ પોલીસને જાણ કરી અને સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવી. પરિવારે આરોપીને સંચાલકને મેથીપાક પણ ચખાડ્યો.
આરોપીની ધરપકડ
ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી અને આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો. ઘટના બાદથી આરોપી ફરાર હતો. પરંતુ બાતમી આધારે પોલીસે તેને નખાસા બજાર નજીકથી પકડી લીધો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો.
મદરેસા સંચાલકને માર મરાયો
આ સમગ્ર ઘટના પછી એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આરોપી મદરેસા સંચાલકને માર મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો:
Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા
Rajsthan: આરોગ્ય મંત્રીની પત્ની રાત્રે ઊંઘ્યા પછી જગ્યા નહીં, જાણો શું થયું?
રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?
Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી
Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?
Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!
કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak
US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?
Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ
Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો
4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો
MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!