
MP: ભોપાલમાં એક DSP કક્ષાના પોલીસ અધિકારીએ જ કાયદાનું ઉલ્લંઘન કરી પોતાનાજ મિત્રના ઘરેથી ₹2 લાખ અને એક મોબાઇલ ફોન ચોરી કરવાનો આરોપ લાગ્યો છે આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જતા મામલો ગંભીર બની ગયો છે અને પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ભારે ચકચાર જગાવનાર આ ઘટના ભોપાલના જહાંગીરાબાદ વિસ્તારમાં બની હતી જ્યાં પ્રમિલા નામની એક મહિલા પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે. આ ઘટના બની તે અંગે પ્રમિલાના જણાવ્યા મુજબ તેને બાળકોની સ્કૂલ ફી ભરવા માટે પૈસાની જરૂર ઉભી થતાં બેંકમાંથી ઉપાડ્યા હતા જે ઘરમાં લાવી હતી અને ત્યારબાદ પોતે સ્નાન કરવા બાથરૂમમાં ગઈ હતી જ્યારે તે પાછી આવી ત્યારે તેણે જોયું કે તેના રૂમમાંથી પૈસા અને તેનો મોબાઇલ ફોન ગાયબ હતો પરિણામે ખૂબજ ટેંશનમાં આવી ગયેલી પ્રમિલાએ તરતજ ઘરમાં લગાવેલા CCTV ફૂટેજની તપાસ કરતા તેમાં જે જોયું તે જોઈ તે ચોંકી ગઈ હતી તેને માન્યામાં આવતું ન હતું કે પોતાની પોલીસ અધિકારી સહેલી આવું કરી શકે ખરી? પણ દ્રશ્યો જે કહેતા હતા તે સત્ય હતું સીસી ટીવી ફુટેજમાં પોતાની DSP મિત્ર કલ્પના રઘુવંશી બેગ ચોરી કરી લઈ જતી દેખાઈ હતી તેના હાથમાં નોટોના બંડલ પણ સ્પષ્ટ નજરે પડતા હતા. કલ્પના રઘુવંશી નામની આ મહિલા DSP સાથે પ્રેમિકા ઘણા વર્ષોથી મિત્રતા ધરાવે છે તેને ચોરી કરતા જોઈ આઘાત લાગ્યો હતો.
सिवनी में एक महिला डीएसपी पर डकैती की धारा लगी तो भोपाल कैसे पीछे रहता यहां एक महिला डीएसपी पर चोरी का मामला दर्ज हुआ है अपने ही दोस्त के घर से 2 लाख रु और मोबाइल चोरी का आरोप मैडम सीसीटीवी में कैद हैं पुलिस गिरफ्त से बाहर @GargiRawat @alok_pandey @manishndtv pic.twitter.com/RIwIKN7avf
— Anurag Dwary (@Anurag_Dwary) October 29, 2025
ત્યારબાદ પ્રમિલાએ પોલીસ સ્ટેશન જઈને સીસીટીવી ફૂટેજના પુરાવા સાથે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે વીડિયોની તપાસ કરતા જણાયું કે પોલીસ અધિકારી કલ્પના રઘુવંશી નોટોના બંડલ સાથે ઝડપથી બહાર નીકળતા નજરે પડ્યા હતા ત્યારબાદ પોલીસે મહિલા ડીએસપી વિરુદ્ધ એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે,FIR થઈ હોવાની જાણ થતાજ મહિલા DSP ફરાર થઈ ગયા હતા,પોલીસે તેમના ઘરે તલાશી લેતા પીડિતાનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો જે જપ્ત કર્યો હતો પરંતુ ચોરાયેલા ₹2 લાખ મળ્યા ન હતા.
ACP એ મીડિયાને જણાવ્યું કે ફરિયાદી અને આરોપી મિત્રો હતા. જોકે ફરિયાદી નહાવા ગયા તે વખતે કલ્પના રઘુવંશી તેમના ઘરે ગયા અને તેનો મોબાઈલ ફોન અને ₹2 લાખ ચોરી લીધા, જે CCTV ફૂટેજમાં દેખાય છે.
કેસ દાખલ કરવામાં આવ્યો છે, મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપી ફરાર છે.
હવે સવાલ એ થાય કે જ્યારે કાયદાનો અમલ કરનારાઓજ કાયદાનો ભંગ કરવાનું શરૂ કરે છે, ત્યારે જનતા કોના પર વિશ્વાસ કરી શકે? પોલીસ માટે, આ કેસ માત્ર ગુનાહિત બાબત નથી પણ તેમની વિશ્વસનીયતાની કસોટી પણ છે.
છેલ્લા મહિનામાં, મધ્યપ્રદેશ પોલીસ હત્યા, લૂંટ, ચોરી અને લાંચના અસંખ્ય કેસોમાં ફસાયેલી છે, ઉપરાંત દેશભરમાં પોલીસના એવા કાંડ સામે આવી રહયા છે કે જેનાથી યુનિફોર્મની પ્રતિષ્ઠા ખરાબ થઈ રહી છે, લોકોને રોડ ઉપર ઉભા રહી ખોટી રીતે હેરાન કરનારી પોલીસ સામે જનતામાં રોષ છે ત્યારે આવા બનાવોથી જનતામાં પોલીસની છબી ખરડાઈ રહી છે.
આ પણ વાંચો:
BJP માં અસંતોષ, જૂથવાદ અવિશ્વાસ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર વકર્યો!, હવે ચલાલા ભાજપમાં થયો નવો ડખ્ખો!
Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી








