
Harshvardhan Jain: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી અનેક દેશોના ધ્વજવાળી નકલી દૂતાવાસો અને મોટી કારોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. દિલ્હીથી થોડે દૂર ગાઝિયાબાદમાં એક વ્યક્તિએ એક ઘરમાં એક-બે નહીં પરંતુ ચાર દેશોના દૂતાવાસો ખોલ્યા. હર્ષવર્ધન જૈન નામનો આ માણસ ગાઝિયાબાદના કવિનગર વિસ્તારમાં વેસ્ટ આર્ક્ટિકા, પોલવિયા, સબોરઘા અને લોડોનિયાના દૂતાવાસો ચલાવતો હતો. ડિપ્લોમેટિક નંબર પ્લેટ અને ધ્વજવાળી ઘણી વૈભવી ગાડીઓ ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી. જેને તેણે દૂતાવાસમાં રૂપાંતરિત કરી હતી. હર્ષ વર્ધને લોકો અને પોલીસને એટલો વૈભવ બતાવ્યો કે કોઈને ખબર જ ન પડી કે તૈ ગોરખ ધંધા કરી રહ્યો છે.
માહિતી અનુસાર હર્ષવર્ધન જૈન કોઈ મામૂલ વ્યક્તિ નથી. હર્ષવર્ધન જૈને લંડનથી અભ્યાસ કર્યો છે. દાવા મુજબ તેણે કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સ લંડનમાંથી એમબીએ કર્યું છે. ઉપરાંત તેણે ગાઝિયાબાદના આઈટીએસમાંથી એમબીએ પણ કર્યું છે. જો કે, એજન્સીઓ તેના પ્રારંભિક શિક્ષણ અને અંગત જીવન વિશે વધુ માહિતી એકત્રિત કરવા તપાસ કરી રહી છે.
પિતાનો વ્યવસાય
હર્ષવર્ધન જૈનના પિતાનો માર્બલ ખાણનો મોટો વ્યવસાય હતો. જોકે, તેના પિતાના અચાનક મૃત્યુને કારણે વ્યવસાયને ઘણો નુકસાન થયું અને આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. આ પછી હર્ષવર્ધન ચંદ્રાસ્વામીને મળ્યો. ચંદ્રાસ્વામીએ પોતે હર્ષવર્ધનને લંડન મોકલ્યો, જ્યાં તેણે ઘણી નકલી કંપનીઓ બનાવી. આ કંપનીનો ઉપયોગ કરીને તેણે ચંદ્રાસ્વામીના કાળા નાણાંનો નિકાલ કરવાનું શરૂ કર્યું. બીજી તરફ ચંદ્રાસ્વામીના મૃત્યુ પછી હર્ષવર્ધન ખૂબ જ દુઃખી થઈ ગયો. આ પછી તે ગાઝિયાબાદ પાછો આવી ગયો.
હર્ષવર્ધન જૈન આ પહેલા પણ જેલ જઈ ચૂક્યો છે
માહિતી મુજબ હર્ષવર્ધન જૈન એમ્બેસી છેતરપિંડી પહેલા પણ પકડાઈ ચૂક્યો છે. 2011 માં તે હવાલાનો ધંધો ચલાવતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તેને થોડો સમય ડાસના જેલની ચાર દિવાલો પાછળ રહેવું પડ્યું હતું, પરંતુ ચંદ્રાસ્વામીની મદદથી તેને ટૂંક સમયમાં બહાર આવવાની તક મળી ગઈ હતી.
કેવી રીતે પકડાયો?
હર્ષવર્ધન જૈને ગાઝિયાબાદના કવિ નગરમાં ઘણા સમયથી KB-45 નંબરનું ઘર ભાડે રાખ્યું હતું. આ ઘરની બહાર રાજદ્વારી નંબર પ્લેટવાળા ઘણા વાહનો પાર્ક કરેલા હતા. ત્રણ વર્ષથી તે પોતાને ઘણા દેશોમાં રાજદૂત હોવાનો દાવો કરતો હતો. નોઈડા એસટીએફે (STF) આખરે હર્ષવર્ધનના રેકેટનો પર્દાફાશ કર્યો અને 22 જુલાઈના રોજ તેને પકડી પાડ્યો. હર્ષવર્ધન ચાર દેશોના દૂતાવાસોના નામે છેતરપિંડીનું રેકેટ ચલાવી રહ્યો હતો.
કેવી રીતે લોકોને છેતરતો?
પ્રાથમિક માહિતી મુજબ હર્ષવર્ધન જૈન લોકોને નોકરી અપાવવા અને વિદેશમાં વ્યવસાય સ્થાપવાની ખાતરી આપતો હતો આ દ્વારા તે પૈસા સહિત અનેક લાભ મેળવતો હતો. હાલમાં એજન્સીઓએ ભારત અને વિદેશમાં તેના સંબંધોની તપાસ શરૂ કરી છે.
વડાપ્રધાન સહિત પ્રષ્ઠિત લોકો સાથે ફોટા
ठगों के गुरु, ठगी के उस्ताद
उत्तर प्रदेश एसटीएफ ने ग़ाज़ियाबाद में फ़र्ज़ी दूतावास को पकड़ा है जो प्रधानमंत्री और दूसरे नेताओं के फ़र्ज़ी तस्वीरों के ज़रिए लोगों से ठगी कर रहा था। हर्ष वर्धन जैन खुद को कई छोटे और फ़र्ज़ी देशों का राजदूत बताता था। इसने गाड़ियों पर भी एंबेसी नंबर… pic.twitter.com/RLXAQqOuAZ— Arvind Chotia (@arvindchotia) July 23, 2025
હર્ષવર્ધને પોતાની ઓળખ પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ અને અન્ય પ્રતિષ્ઠિત બિઝનેસમેન લોકો સાથેના નકલી મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો હતો. જેમાં અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદીના સહિતના ઉંચ્ચ નેતાઓના ફોટા છપાવીને એવી છાપ ઉભી કરી હતી કે તે એક કાયદેસર રાજદ્વારી પ્રતિનિધિ છે અને તેની પાસે ટોચના સ્તર સુધી પહોંચ છે.
આ પણ વાંચો:
Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન