
UP Ghaziabad fraud: ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ ગાઝિયાબાદમાંથી એક મોટી ઠગાઈનો પર્દાફાશ કર્યો છે અને ‘વેસ્ટ આર્કટિક એમ્બેસી’ના નામે કાર્યરત એક નકલી દૂતાવાસને ખુલ્લુ પાડ્યુ છે. આ મામલામાં આરોપી હર્ષવર્ધન જૈનની ધરપકડ કરવામાં આવી છે, જે પોતાને નકલી દેશોના રાજદ્વારી ગણાવી લોકોને છેતરતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ સામાન્ય છેતરપિંડી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરનું જબરજસ્ત આયોજિત છેતરપિંડીનું મોટું નેટવર્ક છે.
નકલી દેશોના નામે દૂતાવાસ
ठगों के गुरु, ठगी के उस्ताद
उत्तर प्रदेश एसटीएफ ने ग़ाज़ियाबाद में फ़र्ज़ी दूतावास को पकड़ा है जो प्रधानमंत्री और दूसरे नेताओं के फ़र्ज़ी तस्वीरों के ज़रिए लोगों से ठगी कर रहा था। हर्ष वर्धन जैन खुद को कई छोटे और फ़र्ज़ी देशों का राजदूत बताता था। इसने गाड़ियों पर भी एंबेसी नंबर… pic.twitter.com/RLXAQqOuAZ— Arvind Chotia (@arvindchotia) July 23, 2025
STF અનુસાર હર્ષવર્ધન જૈન ગાઝિયાબાદના કવિનગરમાં KB-35 માં એક ઘર ભાડે રાખ્યું હતુ અને તેમાં નકલી દૂતાવાસ બનાવ્યુ હતું. પોતાને ‘વેસ્ટ આર્કટિક’, ‘પુલાવિયા’, ‘લોડોનિયા’ અને ‘સાબોર્ગા’ જેવા દેશોના એમ્બેસેડર તરીકે ઓળખાવતો હતો. આ નામોવાળા કોઈ ખરેખરમાં દેશો છે જ નહીં. છતાં તેણે નકલી દેશની દુનિયા ઉભી કરી દૂતાવાસ બનાવ્યું હતુ અને ખૂબ જ સાતિરથી લોકો સાથે ઠગાઈ કરતો હતો.
44.70 લાખ રોકડા, વૈભવી કાર અને વીઆઈપી નંબર પ્લેટ જપ્ત
આ કાર્યવાહી દરમિયાન STF એ આરોપીના કબજામાંથી 44.70 લાખ રૂપિયા રોકડા, ચાર વૈભવી કાર (જેમાં રાજદ્વારી VIP નંબર પ્લેટ હતી), 18 વધુ VIP નંબર પ્લેટ, 34 વિવિધ દેશો અને કંપનીઓના સીલ અને વિદેશી ચલણ જપ્ત કર્યા. ઉપરાંત માઇક્રોનેશન દેશોના 12 રાજદ્વારી પાસપોર્ટ, બે નકલી પ્રેસકાર્ડ અને બે નકલી પાનકાર્ડ પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડાપ્રધાન સહિત પ્રષ્ઠિત લોકો સાથે ફોટા
હર્ષવર્ધને પોતાની ઓળખ પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ અને અન્ય પ્રતિષ્ઠિત બિઝનેસમેન લોકો સાથેના નકલી મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો હતો. જેમાં અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદીના સહિતના ઉંચ્ચ નેતાઓના ફોટા છપાવીને એવી છાપ ઉભી કરી હતી કે તે એક કાયદેસર રાજદ્વારી પ્રતિનિધિ છે અને તેની પાસે ટોચના સ્તર સુધી પહોંચ છે.
હવાલા નેટવર્ક અને દલાલી સાથે પણ સંકળાયેલા
STFની તપાસમાં જાણવા મળ્યું છે કે હર્ષવર્ધન માત્ર લોકોને વિદેશમાં નોકરી અપાવવાના નામે મોટી રકમ વસૂલતો નહોતો, પરંતુ તેણે હવાલા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંની લેવડદેવડ પણ કરી હતી. તેણે શેલ કંપનીઓ દ્વારા એક નેટવર્ક બિછાવ્યું હતું, જે સંપૂર્ણપણે આર્થિક ગુનાની શ્રેણીમાં આવે છે. તેનું નેટવર્ક ઘણા રાજ્યો અને વિદેશી સંપર્કોમાં ફેલાયેલું છે.
વિદેશ મંત્રાલયને પહેલાથી જ જાણ કરવામાં આવી હતી
STF ને આ છેતરપિંડી વિશે પહેલાથી જ માહિતી મળી ગઈ હતી, ત્યારબાદ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વિદેશ મંત્રાલયને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ અને મંત્રાલય દ્વારા પુષ્ટિ બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જોતા હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ રહી છે. હાલ આરોપીની ધરપકડ કરી વધુ સઘન કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થશે.
પણ વાંચો:
Pakistan: પાકિસ્તાન રાખ થતાં બચી ગયું!, શાહીન-3 ન્યૂક્લિયર મિસાઈલ ફાટી, જુઓ
Anand: બાળકી બોરસદ તાલુકા પંચાયતની પ્રમુખ બની ગઈ!, જાણો કઈ રીતે?
Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન
Viral video: ટેબલ પર વંદો જોતાં જ છોકરીએ બર્ગરમાં દબાવી દીધો, પછી જે કર્યું તે જોઈ દંગ રહી જશો!
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે Air India ની ફ્લાઇટમાં આગ, કયા ભાગમાં લાગી આગ?