
Nikki Murder Case: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં 26 વર્ષીય નિક્કીને તેના સાસરિયાઓએ દહેજ માટે જીવતી સળગાવી દીધી. નિક્કીને તેના પતિ વિપિન સાથે તેના પરિવારના સભ્યોએ મોતને ઘાટ ઉતારી હોવાના આરોપ છે. પોલીસે પતિ વિપિન ભાટીની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેની માતાની ધરપકડ કરવામાં આવી હતી, સોમવારે સવારે વિપિનના મોટા ભાઈ રોહિત ભાટીની પોલીસે ધરપકડ કરી છે. કાસના પોલીસ સ્ટેશને આ માહિતી આપી છે. પોલીસ આ કેસમાં અનેક પાસાંઓની તપાસ કરી રહી છે.
दहेज की भेट चढ़ी एक और बेटी, पैसों के लिए जिंदा जलाया. ये कैसे समाज में जी रहे हैं हम? जहां इंसान की जान से ज्यादा पैसों का महत्व हैं #GreaterNoida #NikkiMurder #NikkiMurderCase #GreaterNoidaDowryCase #DowryCase pic.twitter.com/gheoKvTJZ9
— Sanjana Chaudhary (@SanjanaCha93665) August 24, 2025
કાસના પોલીસ સ્ટેશને માહિતી આપી છે કે મેન્યુઅલ ઇન્ટેલિજન્સ અને ગુપ્ત માહિતીની મદદથી, નિક્કી હત્યા કેસમાં વોન્ટેડ આરોપી નિકીના જેઠ રોહિત ભાટીની ( ઉ.વ. 55, રહે. સિરસા)ની સિરસા ટોલ પ્લાઝા નજીકથી ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ આપેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં આરોપી જેઠ રોહિત વોન્ટેડ હતો. રોહિતની કલમ 194/2025, કલમ 103(1)/115(2)/61(2) BNS હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
#WATCH | Greater Noida dowry murder case | Deceased Nikki’s brother-in-law has been arrested by Noida Police
This is the third arrest in the case so far. Nikki’s mother-in-law was arrested yesterday. Her husband, Vipin Bhati, accused of murdering Nikki over dowry demands, was… pic.twitter.com/6i2odL9Hr0
— ANI (@ANI) August 25, 2025
નિક્કીની બહેન કંચનના એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં વિપિન નિક્કીને ખરાબ રીતે મારતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, વિપિને દહેજમાં મળેલી સ્કોર્પિયો વેચી દીધી છે. તે ડીઝલ કાર હતી અને 10 વર્ષની થવાની હતી, તેથી તેણે આ કાર વેચી દીધી.
નિક્કીની બહેનનો મોટા આરોપ
નિક્કીની હત્યાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. તેની મોટી બહેન કંચને આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે નિક્કીના પતિ અને તેના સાસરિયાઓ પર મોટો આરોપ લગાવ્યો છે. કંચન કહે છે કે તેના સાસરિયાઓ નિક્કીથી છૂટકારો મેળવવા માંગતા હતા અને તેઓ ઇચ્છતા હતા કે મારી બહેન તેમનું ઘર છોડી દે, જેથી તેઓ વિપિનના ફરીથી લગ્ન કરાવી શકે. બધાએ સાથે મળીને કાવતરું રચ્યું અને મારી બહેનની હત્યા કરી દીધી.
નિક્કીએ 2016 માં વિપિન સાથે લગ્ન કર્યા હતા
કેસ વિશે માહિતી આપતાંનિક્કીના પિતાએ કહ્યું હતું કે સાસરિયાઓની માંગણીઓ દિવસેને દિવસે વધી રહી હતી. તેમણે અમારી પાસેથી લાખો રૂપિયાની દહેજની માંગણી કરવાનું શરૂ કર્યું. 2016 માં બંને બહેનોના લગ્ન એક જ પરિવારમાં થયા હતા, નિક્કીના લગ્ન વિપિન ભાટી સાથે થયા હતા અને કંચનના લગ્ન રોહિત ભાટી સાથે થયા હતા. મતલબ બંને બહેનોના લગ્ન એક જ ઘર(પરિવાર)માં થયા હતા.
વિપિને લગ્ન માટે તેણે સ્કોર્પિયો કાર માંગી હતી. અમે તેને આપી, અને પછી તેણે બુલેટ મોટરસાઇકલ માંગી, જે અમે આપી. જોકે, આ હોવા છતાં, તેની માંગણીઓ દિવસેને દિવસે વધતી જતી હતી અને તે પછી તેણે અમારી પાસે 36 લાખ રૂપિયા માંગવાનું શરૂ કર્યું હતુ.
બંને ભાઈઓ કામ કરતા નહોતા. લગ્ન પછીથી જ તેઓ પૈસા માંગતા રહ્યા. ક્યારેક કહેતા કે અમને તમારી મર્સિડીઝ આપો, ક્યારેક અમારી સ્કોર્પિયો માંગતા. મેં મારી દીકરીને બ્યુટી પાર્લર ખોલવામાં મદદ કરી કારણ કે વિપીન પાસે કોઈ કામ નહોતું. પછી તેણે પાર્લરમાંથી પૈસા ચોરવાનું શરૂ કર્યું હતુ.
આ પણ વાંચો:
Nikki Murder Case: પત્નીને સળગાવી દેનાર પતિનું એકાઉન્ટર, જાણો શું છે મામલો?
SIR in Bihar: ગુજરાતના લોકો બન્યા બિહારના મતદારો, તેજસ્વી યાદવે કર્યો મોટો ખુલાસો
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!