
UP Husband Missing Arrested: સોશિયલ મિડિયામાં લોકો માત્ર મળતા નથી, પરંતુ કેટલાક ગુનેગારોના ચહેરા પણ ખૂલ્લા પડી જાય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના હરદોઈમાંથી બહાર આવી છે. એક રીલ વાયરલ થઈ અને 7 વર્ષ પહેલા લાપતાં થયેલો પતિ પકડાયો. હાલ આ યુવકને જેલભેગો કરાયો છે. તપાસમાં બહાર આવ્યું છે, પહેલી પત્નીને છેતરીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા છે. જાણો સમગ્ર મામલો..
પિતા પર જમાઈની હત્યા કર્યાનો આરોપ લાગ્યો
હકીકતમાં યુવક 2017 માં તેના લગ્નના 1 વર્ષ પછી ગુમ થઈ ગયો હતો. ક્યાંય પત્તો ના લાગતાં પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં, સાસરિયાઓએ તેમની પુત્રવધૂ અને તેના પરિવાર પર જમાઈની હત્યા કરવાનો અને ગાયબ કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ 7 વર્ષ પછી ઇન્સ્ટાગ્રામ જોતી વખતે તેની પત્નીએ અચાનક એક કપલની રીલ જોઈ. આમાં તેનો ભાગેડુ પતિ એક મહિલા સાથે હતો. પહેલી પત્નીએ તરત જ તેને ઓળખી લીધો અને સ્થાનિક પોલીસમાં આ બાબતની જાણ કરી. આ પછી પોલીસ એક્શનમાં આવી તપાસ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો.
પંજાબ ગયા પછી બીજા લગ્ન કર્યા
उत्तर प्रदेश: हरदोई में 7 साल पहले गायब हुए जितेंद्र उर्फ बबलू को इंस्टाग्राम रील के जरिए पकड़ लिया गया
◆ वो दूसरी महिला के साथ लुधियाना में वीडियो बनाते दिखा, जबकि पहली पत्नी और बेटा उसकी तलाश में थे
◆ पुलिस ने पति को धोखा, दूसरी शादी और फर्जी गुमशुदगी के आरोप में गिरफ्तार… pic.twitter.com/ndRsO5FvDc
— News24 (@news24tvchannel) September 2, 2025
તપાસમાં બહાર આવ્યું કે ગુમ થયા પછી આ યુવકે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે પંજાબમાં રહેતો હતો. હાલમાં પોલીસે આ યુવકની ધરપકડ કરી છે અને કાર્યવાહી શરૂ કરી છે. હરદોઈ જિલ્લાના સંદિલા પોલીસ સ્ટેશનની પોલીસની કસ્ટડીમાં આવેલા આ યુવકનું નામ જીતેન્દ્ર ઉર્ફે બબલુ છે જે હવાલદારનો પુત્ર છે, જે સંદિલા કોતવાલી વિસ્તારના આતામૌ ગામનો રહેવાસી છે. પોલીસે જીતેન્દ્રની પહેલી પત્નીને છોડીને ભાગી જવા અને ગુપ્ત રીતે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાના આરોપસર ધરપકડ કરી છે.
કેમ બીજી સ્ત્રી સાથે ભાગી ગયો?

આતામૌના રહેવાસી જીતેન્દ્રના લગ્ન 2017માં મુરાદનગરના રહેવાસી શીલુ સાથે થયા હતા. લગ્ન પછી પતિ અને સાસરિયાઓએ સોનાની ચેઈન અને વીંટીની માંગણી કરી હતી અને માંગણી પૂરી ન થતાં શીલુને 2017માં જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ પછી શીલુના પરિવારે તેના પતિ અને તેના પરિવાર સામે દહેજ ઉત્પીડનની અરજી દાખલ કરી હતી.
એક ભૂલે કાવતરાનો પર્દાફાશ કર્યો
પુત્ર જિતેન્દ્ર ગુમ થયા બાદ પિતાએ 20 એપ્રિલ 2018 ના રોજ FIR નોંધાવી હતી. સંદિલા પોલીસે તપાસ કરીને FIR દાખલ કરી અને યુવકની શોધ શરૂ કરી. જ્યારે જિતેન્દ્ર ઉર્ફે બબલુ મળી શક્યો નહીં, ત્યારે તેના જિતેન્દ્રના પિતા પર હત્યા અને ગુમ કરવાનો આરોપ લાગ્યો. જિતેન્દ્ર કુમારની પત્ની શીલુ લાંબા સમયથી તેના મામાના ઘરે રહેતી હતી અને તેણે આશા હતી કે તેનો પતિ પાછો આવશે. પરંતુ જિતેન્દ્ર કુમાર પાછો ન આવ્યો પરંતુ તેના પતિની એક ભૂલે તેના કાવતરાનો પર્દાફાશ કર્યો.
પતિ રીલમાં જોવા મળ્યો
જિતેન્દ્ર યોજનાપૂર્વક ગાયબ થઈ ગયો હતો અને ત્યારબાદ તેણે પંજાબમાં બીજી મહિલા સાથે લગ્ન કર્યા. અહીં પતિના પાછા ફરવાની રાહ જોઈ રહેલી શીલુએ સાત વર્ષ પછી તેના પતિને ઈન્સ્ટાગ્રામ પર બીજી મહિલા સાથે રીલ બનાવતા જોયો, તેથી શીલુએ કોતવાલી સંદિલા પોલીસમાં આ અંગે ફરિયાદ કરી. પોલીસે કેસ નોંધીને તપાસ કરી તો આખું રહસ્ય બહાર આવ્યું. હવે શીલુનો પતિ જીતેન્દ્ર કુમાર બબલુ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસે સમગ્ર કેસમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો:
UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
PM Modi: મોદીએ કહ્યું વિપક્ષે મારી માતાને ગોળો બોલી, કોંગ્રેસે પૂછ્યું તો તમે શું કરો છો?, જુઓ
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?