
UP: ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં પોલીસે એક અગત્યની કાર્યવાહીમાં બ્રિટિશ(ઈંગ્લેન્ડ) નાગરિક મૌલાના શમસુલ હુદા ખાન વિરુદ્ધ છેતરપિંડી અને વિદેશી હૂંડિયામણ કાયદા હેઠળ FIR નોંધી છે. ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા એક વિગતવાર તપાસ અહેવાલના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મૌલાનાની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાતી હતી.
યુપી એટીએસના તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે કે 2013 માં બ્રિટિશ નાગરિકતા મેળવનાર મૌલાના શમસુલ હુદા ખાન ભારતમાં ઇસ્લામિક ઉગ્રવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મૌલવી પર મદરેસાઓ માટે વિદેશમાંથી ભંડોળ “દલાલી” કરવાનો અને વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
આ ઘટના બાદ આઝમગઢ અને સંત કબીર નગરમાં તેમના બંને મદરેસાઓનું રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું છે. તેની NGO, રઝા ફાઉન્ડેશનનું રજિસ્ટ્રેશન પણ રદ કરવામાં આવ્યું છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે શમસુલ હુદા ઇસ્લામ ફેલાવવાના નામે નિયમિતપણે પાકિસ્તાનની યાત્રા કરે છે અને ત્યાંના ઘણા કટ્ટરપંથી મૌલવીઓ અને શંકાસ્પદોના સંપર્કમાં છે. વધુમાં, તેમના જમ્મુ અને કાશ્મીરમાં ઘણા શંકાસ્પદોના નેટવર્ક સાથે જોડાણ છે.
આ પણ વાંચો:
UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો
UP: મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે FIR, કારણ જાણી ચોકી જશો!
Bihar Election: JDUને મોટો ફટકો, મોકામાના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ, ભારે તણાવનો માહોલ








