
UP Kaushambi Crime: ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધોની વ્યાખ્યાને હચમચાવી નાખી છે. પોતાની જેઠાણી સાથે રોજબરોજના ઝઘડાઓથી કંટાળેલી દેરાણીએ સાસરિયાના 8 સભ્યોને ખતમ કરી દેવાનું સડયંત્ર રચ્યું. આ ઘટના કરાડી પોલીસ સ્ટેશન વિસ્તારના માલકિયા બાજા ખુર્રમ ગામની છે, જ્યાં એક પુત્રવધૂએ લોટમાં ઝેરી ફટકી ભેળવીને તેના પતિ, જેઠાણી અને પરિવારના અન્ય સભ્યોને ઝેર આપવાનું કાવતરું રચ્યું. જાણો સમગ્ર મામલો
દુર્ગંધથી જીવ બચ્યો
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જેઠાણી મંજુ દેવીને રોટલી બનાવતી વખતે લોટમાંથી વિચિત્ર ગંધ પારખી ગઈ. જેઠાણીને શંકા ગઈ કે લોટમાં કંઈક ભેળવવામાં આવ્યું છે. જ્યારે તેણે પરિવારના બાકીના સભ્યોને આ વાત જણાવી અને લોટની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી, ત્યારે મામલો ગંભીર બન્યો. જ્યારે પરિવારે દેરાણી માલતી દેવીને પૂછપરછ કરી તો ચોંકાવનારી કબૂલાત કરી. તેણે પોતે સ્વીકાર્યું કે લોટમાં સલ્ફાસ(ફટકી) ભેળવ્યું હતું જેથી આખા પરિવારને એક જ સમયે મારી શકાય.

એવું કહેવામાં આવી રહ્યું છે કે માલતી દેવીને તેના સાસરિયાઓ અને ખાસ કરીને તેની જેઠાણી સાથે ઘણીવાર તકરાર થતી હતી. રોજબરોજના ઝઘડા અને કથિત માનસિક ત્રાસથી કંટાળીને દેરાણી માલતીએ તેના પિતા કલ્લુ પ્રસાદ અને ભાઈ બજરંગી સાથે મળીને આ કાવતરું ઘડ્યું. તેમણે ખોરાકમાં ઝેરી ફટકડી ભેળવીને આખા પરિવારને મારી નાખવાની યોજના બનાવી હતી. માલતીના પતિ બ્રિજેશ કુમારે તાત્કાલિક કરાડી પોલીસ સ્ટેશનને આ સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસ હરકતમાં આવી ગઈ અને દેરાણી, તેના પિતા અને ભાઈને ઝડપી લેવામાં આવ્યા છે. હાલમાં ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઝેરી લોટની તપાસ
कौशाम्बी-बहू ने पूरे परिवार की हत्या की रची साजिश, आटे में जहर मिलाकर 8 लोगों की हत्या का प्रयास
आटे के डिब्बे में कालापन,दुर्गन्ध आने पर हुआ शक, सूचना देने के बाद फॉरेंसिक टीम जांच पहुंची
आरोपी महिला को करारी पुलिस ने किया गिरफ्तार, करारी थाना क्षेत्र के मलाकिया गांव का मामला… pic.twitter.com/4Xmdtpzaoc
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 21, 2025
અધિક પોલીસ અધિક્ષક (ASP) રાજેશ કુમાર સિંહે મીડિયાને જણાવ્યું હતું કે પીડિત બ્રિજેશ કુમારની ફરિયાદ પર, હત્યાનું આયોજન, ગુનાહિત કાવતરામાં ભાગ લેવા વગેરે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ઝેરી લોટ જપ્ત કર્યો છે અને તેને પરીક્ષણ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે.
ગુનો સ્વીકાર્યો

પ્રાથમિક પૂછપરછમાં માલતીએ કબૂલ્યું કે તેના પિતાની સલાહ પર આ પગલું ભર્યું કારણ કે તે તેના સાસરિયાઓના વર્તનથી માનસિક રીતે થાકી ગઈ હતી. જોકે, પોલીસ તપાસ પૂર્ણ થયા પછી જ પુષ્ટિ થશે કે આ કાવતરું કેટલું આયોજનપૂર્વક ઘડવામાં આવ્યું હતું અને તેમાં બીજું કોણ સંડોવાયું છે.
ગામલોકો માનતા નથી
આ ઘટનાને લઈને ગામમાં ભય અને આશ્ચર્યનું વાતાવરણ છે. લોકો માની શકતા નથી કે ઘરેલું ઝઘડા એટલી હદે વધી શકે છે કે એક પુત્રવધૂ તેના આખા સાસરિયાઓને બરબાદ કરવાનું નક્કી કરે છે. ગામની વૃદ્ધ મહિલાઓથી લઈને યુવાનો સુધી, દરેક જણ ચર્ચા કરી રહ્યા છે કે એક મહિલાને આવો વિચાર કેવી રીતે આવ્યો. હાલમાં, પોલીસ સમગ્ર મામલાના તળિયે જવા માટે વ્યસ્ત છે. આરોપી મહિલા, તેના પિતા અને ભાઈ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, ફોરેન્સિક તપાસ રિપોર્ટ આવ્યા પછી આગળની કાનૂની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવશે.
પતિએ શું કહ્યું?
માલતી દેવીના પતિ બ્રિજેશ કુમારનો આરોપ છે કે તેમની પત્નીએ સાંજે લોટમાં ઝેર ભેળવી દીધું હતું. પરિવારના સાતથી આઠ સભ્યો માટે રોટલી બનાવવાની હતી. જ્યારે ભાભી લોટમાંથી રોટલી બનાવવા ગઈ ત્યારે તેમાંથી દુર્ગંધ આવતી હતી. તાત્કાલિક ડાયલ 112 પર માહિતી આપવામાં આવી, પોલીસ રાત્રે જ આવી અને પત્નીને પોતાની સાથે લઈ ગઈ. પતિનો આરોપ છે કે આ સંદર્ભમાં કેટલાક મોબાઇલ વાતચીત રેકોર્ડિંગ પણ મળી આવ્યા છે. તેણે તેના પિતા સાથે મળીને કાવતરું ઘડ્યું હતુ.
પણ વાંચો:
Banda: ગર્ભપાતની દવા ન લઈ આપતાં પત્નીનો આપઘાત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, જાણો ચોકાવનારો કિસ્સો
UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ
UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!








