
Lucknow Gangrape: બેટી બચાવો, બેટી પઢાવોના ગાણા ગાતી મોદી સરકારની વાસ્તવિકતા અલગ છે. ઉત્તર પ્રદેશમાં બળાત્કાર, હત્યા, અનૈતિક સંબંધોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. છતાં સરકાર તેને રોકવામાં નિષ્ફળ રહીં છે. યુપી જ નહીં સમગ્ર દેશમાં આ સ્થિતિ સર્જાઈ છે. સુરક્ષાની છાતી પીટતી મોદી સરકાર દેશની મહિલાઓની ઈજ્જત બચાવવામાં નિષ્ફળ રહી છે.
હાલ યુપીની રાજધાની લખનૌના ગ્રામીણ વિસ્તારમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં બક્ષી કા તાલાબ વિસ્તારના વિરાન જંગલમાં ચાર શખ્સોએ 14 વર્ષની કિશોરી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. પોલીસનું કહેવું છે કે આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી. પીડિત છોકરી તેના ઘરેથી નીકળી ગઈ હતી. તે દરમિયાન આરોપી યુવકોએ તેનું અપહરણ કરીને તેને કારમાં બેસાડી દીધી હતી. આરોપી યુવતીને જંગલમાં લઈ ગયા હતા, જ્યાં 4 યુવકોએ તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.
પીડિતાના પિતાએ શુક્રવારે સવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી શિવા સિંહ, રાજ અને બે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પીડિત છોકરી ગ્રામીણ વિસ્તારમાં રહે છે. ગુરુવારે સાંજે તે તેના ઘર પાસે ચાલતી રહી હતી. ત્યારે ચાર યુવકો ત્યાં આવ્યા. તેમણે કિશોરીનું અપહરણ કર્યું અને તેને કારમાં બેસાડી દીધી. આરોપીઓ તેને બક્ષી કા તાલાબ વિસ્તારમાં જંગલમાં લઈ ગયા, જ્યાં છોકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. આરોપીઓ છોકરીને બેભાન અવસ્થામાં છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયા.
મોડી રાત સુધી જ્યારે છોકરી મળી ન હતી, ત્યારે પરિવાર ચોંકી ગયો હતો. તેમણે ઘણી શોધખોળ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં. આ પછી છોકરી જંગલ નજીકના ઘરની નજીકના વિસ્તારમાં બેભાન હાલતમાં મળી આવી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ઘટના બાદ પરિવારે બક્ષી કા તાલાબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપી શિવા સિંહ અને રાજ સહિત બે અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ નજીકના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં અને લોકોની પૂછપરછ કરી રહી છે.
ભાજપ સરકારના બેટી બચાવોના નારા ફિકા
આ ઘટનાએ મોદી સરકારના બેટી બચાવોના નારાને ફિકા કર્યા છે. માત્ર મોદી સરકાર બેટી બચાવવાની વાતો કરે છે. કહીકત કંઈ અલગ છે. દેશ સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાંથી અપરાધિક ઘટનાઓ રોજેરોજ બહાર આવી રહી છે. હાલમાં ગુજરાતમાં એક કિશોરના ત્રાસના કારણે 19 વર્ષિય શિક્ષિકાએ આપઘાત કરી લીધો. તપાસમાં બહાર આવ્યું છે કે કિશોરે શિક્ષિકાને ગર્ભવતી બનાવી ખંડણી માગી હેરાન કરતો હતો. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ. આ તમામ ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. તેમ છતાં મોદી સરકાર નક્કર પગલાં લેવા તૈયાર નથી.
આ પણ વાંચો:
Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?
UP: દહેજ ના લાવતાં સાસરિયાએ મહિલાને એસિડ પીડાવ્યું,17 દિવસ પછી જે થયું…
Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ
Rahul Gandhi: ‘હું રોજ કહુ છું મોદી વોટચોર છે, તો ચૂપ કેમ?, કારણ તે જાણે છે હવે પકડાઈ ગયા’
મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal








