
Lucknow Crime: ઉત્તર પ્રદેશમાંથી વારંવાર મહિલાઓ સાથે બર્બતાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જો કે સરકાર કોઈ નક્કર પગલા ન લેતી હોવાથી અસમાજિક તત્વોની હિંમત વધી રહી છે. વારંવાર મહિલાઓની હત્યા અને બળત્કાર થઈ રહ્યા છે. ત્યારે વધુ એક શરમજનક ઘટના લખનૌના મલિહાબાદ વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે.
આરોપ છે કે મલિહાબાદ વિસ્તારમાં રવિવારે રાત્રે શૌચ કરવા ગયેલી એક મહિલાને તે જ ગામના એક યુવકે પકડી લીધી, બગીચામાં લઈ ગયો અને મોઢામાં કપડાંનો ડૂચો મારી બળાત્કાર ગુજાર્યો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો, ત્યારે પીડિતાને લાતો અને મુક્કાઓથી માર મારવામાં આવ્યો અને ફરિયાદ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી.
પોલીસે કેસ નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી છે. મલિહાબાદના એક ગામની રહેવાસી એક મહિલા રવિવારે રાત્રે લગભગ 9.40 વાગ્યે શૌચ કરવા ગઈ હતી. પીડિતાનો દાવો છે કે આરોપીએ તેના મોઢામાં કપડું ભરીને ઘટનાસ્થળે જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેણે પ્રતિકાર કર્યો ત્યારે લાતોથી બેરહેમીથી માર માર્યો. ઘટના દરમિયાન અન્ય ત્રણ પુરુષો હાજર હતા, પરંતુ અંધારાને કારણે મહિલા તેમને ઓળખી શકી ન હતી. ઘટના પછી આરોપીએ ધમકી આપી હતી કે જો તેણી ફરિયાદ કરશે તો તેને મારી નાખવામાં આવશે.
પીડિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધ્યો છે. ઇન્સ્પેક્ટર સુરેન્દ્ર સિંહ ભાટીએ જણાવ્યું કે આરોપીઓને શોધવા માટે તપાસ સઘન કરાઈ છે.
આ પણ વાંચો:
Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!
Surat: ભાડાના મકાનમાં મહિલાએ જીવન ટૂંકાવી લેવા મામલે મોટો ખૂલાસો, મકાન માલિકનો ભાઈ મહિલાને…








