
UP News: ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં 22 વર્ષીય નર્સ ડૉ. સમરીનની હત્યા કેસમાં પોલીસે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. પોલીસે પ્રેમ આલમ અને તેના સાથીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન બંનેએ ગુનો કબૂલી લીધો છે. ઉલ્લેખનયી છે ભાજપના રાજમાં સતત ગુનાખોરી વધી રહી છે. ભાજપના રાજમાં સતત અપરાધિક ઘટનાઓનો વધારો થઈ રહ્યો છે. રોજે રોજ હત્યા, બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે એક નર્સની હત્યા થઈ જતાં પરિવારમાં રોષ સાથે આક્રોશ છે. પરિવાર ન્યાયની માગ કરી રહ્યો છે.
શેરડીના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો
બિલારી પોલીસ સ્ટેશન વિસ્તારના રૂસ્તમનગર સહસપુર ગામની રહેવાસી સમરીન 24 ઓગસ્ટના રોજ રામપુરના સફેની શહેરમાં આવેલા ઇનાયા હેલ્થ કેર સેન્ટર જવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ તે જ દિવસથી તે ગુમ થઈ ગઈ હતી. પરિવારના સભ્યોની ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી હતી. 30-31 ઓગસ્ટની રાત્રે કુંદરકી પોલીસ સ્ટેશન વિસ્તારના ચકફઝલપુર ગામમાં શેરડીના ખેતરમાંથી તેનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
ગળું કાપી હત્યા
સર્વેલન્સની મદદથ પોલીસે સમરીનનો છેલ્લો ફોન ટ્રેસ કર્યો અને આરોપી પ્રેમી ગૌસે આલમ સુધી પહોંચ્યો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી કે તેના સાથી કિશોર ગુનેગાર સાથે મળીને 24 ઓગસ્ટના રોજ સમરીનને ઉઠાવી લીધી હતી. ત્યારબાદ તેઓએ તેનું ગળું કાપીને તેની હત્યા કરી અને લાશને શેરડીના ખેતરમાં ફેંકી દીધી હતી.
દોઢ મહિનાની પ્રેમકહાનો ઘાતક અંત
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સમરીન અને ગૌસ આલમ દોઢ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. ત્યારબાદ તેઓ ધીમે ધીમે નજીક આવતા ગયા, પરંતુ સમરીન તેના પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. આરોપીનું કહેવું છે કે આ દબાણ અને બ્લેકમેઇલિંગના ડરને કારણે તેણે હત્યાનું કાવતરું ઘડ્યું.
એસપી રૂરલએ જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ગળું દબાવીને હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસ ટીમ આરોપીની પૂછપરછ કરી રહી છે.
લાશ સળેલી હાલતમાં મળી
આરોપીના ઘટના સ્થળે લઈ જઈ પોલીસે લાશ કબજે કરી હતી. લાશ ઘણા દિવસો સુધી પડી રહેવાથી ખરાબ રીતે સડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમે પુરાવા એકત્રિત કર્યા અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પરિવારના સભ્યોએ લાશની ઓળખ સમરીન તરીકે કરી. ઘટનાની ગંભીરતા જોઈને એસપી રૂરલ કુંવર આકાશ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને કહ્યું કે આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…
Rajasthan: બળજબરીથી ધર્મ પરિવર્તન થશે તો આજીવન કેદ!, BJP સરકાર વિધાનસભામાં બિલ રજૂ કરશે
Agra Conversion Case: આગ્રા ધર્માંતરણ કેસનું પાકિસ્તાન કનેક્શન, તપાસમાં થયા અચંબિત કરનારા ખુલાસા
Gir Somanath: સુત્રાપાડાની GHCL કંપનીમાં જ કર્મચારીએ ઝેરી દવા પી લીધી, અધિકારીઓનો ત્રાસ!
EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?
Vadodara: શરીર સંબંધ બાંધે નહીં તો તારો નગ્ન વીડિયો ગ્રુપમાં મૂકી દઈશ: યુવતીને એક શખ્સે આપી ધમકી