
UP News: ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં એક મૂકબધિર છોકરી પર હૃદયદ્રાવક સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેમાં 21 વર્ષીય દિવ્યાંગ પીડિતા પર આ જઘન્ય ગુનો જિલ્લા વહીવટીતંત્રના સૌથી સુરક્ષિત વિસ્તાર ગણાતા ડીએમ અને એસપીના નિવાસસ્થાનથી માત્ર એક કિલોમીટર દૂર બન્યો હતો. આશ્ચર્યજનક રીતે, પોલીસ સ્ટેશન ઘટના સ્થળથી માત્ર 20 મીટર દૂર આવેલું હતું. સોમવારે મોડી સાંજે બનેલી આ ઘટના પોલીસની અસંવેદનશીલતા અને વહીવટી બેદરકારી પર સવાલ ઉભા કરે છે.
ભાગી રહેલી પીડિતા સીસીટીવી ફૂટેજમાં કેદ
સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં, પીડિતા નારંગી રંગનો સૂટ પહેરીને રસ્તા પર દોડતી જોવા મળે છે. પાછળ 5-6 બાઇકનો કાફલો દેખાય છે. કેટલાક ખૂબ જ ઝડપે નીકળી જાય છે, પરંતુ એક બાઇક ધીમી પડે છે અને છોકરીનો પીછો કરતી જોવા મળે છે. એક બાઇક પીછો કરીને પાછું ફરે છે, જેનાથી સસ્પેન્સ વધુ ઘેરો બને છે.
उत्तर प्रदेश –😳
जिला बलरामपुर में 21 साल की मूकबधिर (गूंगी) लड़की से गैंगरेप हुआ। CCTV में लड़की भाग रही है और दरिंदे बाइक से पीछा कर रहे हैं।
देर रात पुलिस मुठभेड़ में 2 आरोपियों अंकुर वर्मा और हर्षित पांडेय को टांग में गोली लगी है !!#UP pic.twitter.com/Jg80RUDOLH
— Imran khan (@iamIMP_1) August 13, 2025
કાકાના ઘરેથી પરત ફરતી વખતે રસ્તામાં બની ઘટના
છોકરીના પરિવારના જણાવ્યા અનુસાર, પીડિતા મૂકબધીર છે અને તે સાંભળી કે બોલી શકતી નથી. સોમવારે સવારે તે તેના કાકાના ઘરે ગઈ હતી, જે ફક્ત એક કિલોમીટર દૂર છે. સાંજે ઘરે પરત ફરતી વખતે તે ગુમ થઈ ગઈ હતી. જ્યારે પરિવારના સભ્યોએ કાકાનો સંપર્ક કર્યો ત્યારે તેમને ખબર પડી કે તે ઘણા સમય પહેલા ત્યાંથી નીકળી ગઈ હતી. પરિવારે તરત જ તેની શોધ શરૂ કરી અને રાત્રે લગભગ 8:30 વાગ્યે, પીડિતા બહાદુરપુર પોલીસ ચોકી પાસેના ખેતરમાં બેભાન હાલતમાં મળી આવી. તેના કપડાં વિખરાયેલા હતા અને તે ખૂબ જ ડરી ગઈ હતી.
પોલીસ પર બેદરકારીનો આરોપ
પરિવારના સભ્યોએ પોલીસ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે આ ઘટના એવી જગ્યાએ બની હતી જ્યાં 24 કલાક પોલીસ તૈનાત હોય છે, પરંતુ કોઈએ કંઈ જોયું નહીં. બહાદુરપુર પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં પણ ખામી જોવા મળી હતી.
મેડિકલ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ, આરોપી હજુ પણ ફરાર
એએસપી વિશાલ પાંડેએ જણાવ્યું હતું કે મેડિકલ તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. બાઇક પર સવાર એક યુવક છોકરીને એકાંત જગ્યાએ લઈ ગયો અને આ ઘટનાને અંજામ આપ્યો. પરિવાર ગેંગરેપનો આરોપ લગાવી રહ્યો છે અને તપાસમાં અન્ય ઘણા શંકાસ્પદો સામેલ હોઈ શકે છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. પીડિતા હાલમાં હોસ્પિટલમાં છે અને નિવેદન આપવાની સ્થિતિમાં નથી.
બે આરોપીને પોલીસે પગમા ગોળી મારી ઝડપ્યા
સીસીટીવી વીડિયો તપાસ્યા બાદ બે છોકરાઓના નામ સામે આવ્યા અને બંનેની પોલીસ એન્કાઉન્ટરમાં ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓના નામ અંકુર વર્મા અને હર્ષિત પાંડે છે. બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
લોકોમાં ભારે રોષ
આ સંવેદનશીલ મામલો સામે આવ્યા બાદ વહીવટીતંત્ર પર સવાલો ઉભા થયા છે, લોકોમાં રોષ છે, સ્થાનિક લોકોમાં પણ રોષ છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે એસપી નિવાસસ્થાનની બહાર લાગેલા કેમેરાથી ઘટના કેદ થઈ શકે છે, તો પોલીસે સમયસર કાર્યવાહી કેમ ન કરી?
આ પણ વાંચો:
Vadodara: ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોની ગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?
Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું
Madhya Pradesh: સાજિયા બની શારદા, પ્રેમી મયુર સાથે મહાદેવની સાક્ષીમાં કર્યા લગ્ન
MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ