
UP, Pehalwanpur Crime News: ઉત્તર પ્રદેશના આઝમગઢમાં અંધશ્રદ્ધાનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. સંતાન ન હોવાથી એક મહિલા તેની માતા સાથે ભૂવા પાસે ગઈ હતી. જ્યા ભૂવાએ મા બનાવા માગતી મહિલાને ટોઈલટનું પાણી પીવડાવ્યું, તેનું ગળું દબાવ્યું અને માર માર્યો, જેના કારણે તેનું મોત થયું. ઘટના બાદ ભૂવો અને તેના મળિતાયો ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આઝમગઢના પહેલવાનપુર ગામમાંથી અંધશ્રદ્ધાની ભયાનક ઘટના બહાર આવી છે. જેને સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. લગ્નના 10 વર્ષ પછી પણ બાળક ન થવાથી પરેશાન એક મહિલા તેની માતા સાથે ભૂવા પાસે જોવડા માટે ગઈ હતી. પરંતુ ત્યાં જે બન્યું તે ભયાનક છે. ભૂવાભાવનીના નામે ભૂવાએ મહિલા સાથે ક્રૂરતાની બધી હદો વટાવી દીધી. મહિલાને માર મારી ટોઈલેટનું પાણી પીવડાવ્યું, જે બાદ ખૂદ ભૂવો અને પરિવારજનો મહિલાને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે મહિલાને ડોક્ટરે મૃત ઘોષિત કરી. જે બાદ આરોપી ભૂવો અને તેના સાથિયોઓ ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ભૂવાને પકડી પાડ્યો છે.
મહિલાની કૂખે બાળક ન અવતરતાં ભૂવા પાસે ગઈ હતી
પહેલવાનપુર ગામની અનુરાધાના લગ્ન 2014 માં રણધીર યાદવ સાથે થયા હતા, પરંતુ 10 વર્ષ પછી પણ તે માતા બની શકી નહીં. એક મહિના પહેલા તે તેના મામાના ઘરે આવી હતી, જ્યાં કોઈએ તેને હરિજન બસ્તીના ચંદુ નામના ભૂવા વિશે જણાવ્યું. ભૂવાએ બાળક મેળવવામાં મદદ કરવાનો દાવો કરીને મહિલાને નડતર કાઢવા કાઢવા માટે 1 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો, જેમાં 22,000 રૂપિયા અગાઉથી લેવામાં આવ્યા હતા.
‘તારે શૌચાલયનું પાણી આપવું પડશે’
ફરિયાદ મુજબ, ભૂવો ચંદુ, તેની પત્ની શબનમ અને બે સાથીઓ સાથે આ ઘટનામાં સામેલ છે. ભૂવા ચંદુએ ઉતારતી વખતે અનુરાધાના વાળ પકડીને ખેંચી રહ્યો હતો, જે બાદ તેનું ગળું દબાવી ટોયલેટનું પાણી પીડાવ્યું, જેને અનુરાધા અને તેની માતાએ વિરોધ કર્યો તેમ છતાં તે ભૂવાએ ગંદુ પાણી પીવડાવ્યુ. ભૂવો ટોઈલેટનું પીણી પીવડાવતાં પીવડાવતાં કહેતો હતો કે ‘તેના પર એક મોટો પડછાયો છે, આ એકમાત્ર ઉપાય છે.’
અનુરાધાની તબિયત બગડી
ટોયલેટનું પાણી પીવડાવતા જ અનુરાધાની તબિયત બગડી ગઈ. જેથી પરિવારજનો અને ભૂવો મહિલાને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ખૂબ મોડું થઈ ગયું હતુ. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. જોકે આરોપી ભૂવો ભાગી ગયો. મૃતક મહિલાની માતાની ફરિયાદના આધારે પોલીસે ચંદુ, તેની પત્ની શબનમ અને અન્ય બે લોકો સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને બાકીના લોકોની શોધ ચાલુ છે.
ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ગામમાં હોબાળો મચાવ્યો હતો. જેથી ગામમાં તણાવને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ પણ વાંચોઃ
સંજય રાઉતનો નિશિકાંત દુબે પર વાર, કહ્યું તેમને કોણ ઓળખે છે? CM ફડણવીસને આડે હાથ લીધા | Sanjay Raut
Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?