Trump Peace Prize: ટ્રમ્પને શાંતિ પુરસ્કાર આપો, પાકિસ્તાન બાદ ઈઝરાયલની માંગ, ટ્રમ્પે ફરી કહ્યું ભારત-પાકિસ્તાન અંગે શું કહ્યું?

  • World
  • July 8, 2025
  • 0 Comments

Trump Peace Prize: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે નોબેલ શાંતિ પુરસ્કાર માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામાંકનની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસમાં રાત્રે ભોજન કરતી વખતે નેતન્યાહૂએ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર સમિતિને મોકલવામાં આવેલ નામાંકન પત્ર આપ્યો છે. મતલબ ટ્રમ્પને કહ્યું જુઓ અમે તમને શાંતિ પુસ્કાર મળે તે માટે રજૂઆત કરી છે.

નેતન્યાહૂએ શાંતિ સ્થાપિત કરવાના ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું, “તેઓ એક પછી એક દેશ અને ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરી રહ્યા છે. તેઓ તમારા માટે આ સન્માનના સંપૂર્ણપણે લાયક છે.” નોમિનેશન પત્ર પ્રાપ્ત કર્યા પછી, ટ્રમ્પે જવાબ આપ્યો, “ખૂબ ખૂબ આભાર. મને આ ખબર નહોતી – વાહ, ખૂબ ખૂબ આભાર.”

નેતન્યાહૂ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર આપવવા કેમ ટમ ટમી હહ્યા છે?

નેતન્યાહૂએ ટ્રમ્પના નેતૃત્વને મધ્ય પૂર્વમાં શાંતિ તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. તેમણે ખાસ કરીને ગયા મહિને ઈરાનના પરમાણુ સ્થળો પર યુએસ હવાઈ હુમલાની મંજૂરી આપવા અને અબ્રાહમ કરાર જેવા ટ્રમ્પના ઐતિહાસિક પગલાંનો ઉલ્લેખ કર્યો. નેતન્યાહૂએ વધુમાં કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલાથી જ ઘણી મોટી તકોનો અનુભવ કરી ચૂક્યા છે. તેમણે અબ્રાહમ કરારને શક્ય બનાવ્યો અને હવે તેઓ એક પછી એક પ્રદેશમાં શાંતિનો પાયો નાખી રહ્યા છે.”

નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે ટ્રમ્પના નેતૃત્વની માત્ર ઇઝરાયલીઓ જ નહીં, પરંતુ વિશ્વભરના યહૂદી સમુદાય અને તેમના ચાહકો દ્વારા પણ પ્રશંસા કરવામાં આવે છે. તેમણે ટ્રમ્પની “અસાધારણ ટીમ” ની પણ પ્રશંસા કરી અને કહ્યું કે બંને દેશોની ટીમો પડકારોનો સામનો કરવા અને તકોનો લાભ લેવા સક્ષમ છે.

ટ્રમ્પે ખાતાં ખાતાં  કહ્યું મેં ભારત પાકિસ્તાન યુધ્ધ રોકાવ્યું

ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર જશ લઈ રહ્યા છે કે મેં વ્યાપાર સંબંધોની ધમકી આપી ભારત-પાકિસ્તાન યુધ્ધ રોકાવ્યું છે. અહીં પણ રાત્રી ભોજન કરતાં કરતાં ફરી તે જ રાગ આલાપ્યો હતો અને કહ્યું હતુ કે મેં ટ્રેડ ડીલની ધમકી આપી ભારત પાકિસ્તાનનું યુદ્ધ રોકાવ્યું હતુ. જો કે આ મુદ્દે હજુ સુધી ભારતના વડાપ્રધાન મોદી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તેમણે હજુ સુધી ટ્રમ્પના દાવોઓનો સીધી રીતે જવાબ આપ્યો નથી.

પાકિસ્તાન પણ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર અપાવવા ધનગની રહ્યું છે

પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. પાકિસ્તાન સરકારે તેમના નામાંકનની ભલામણ ભારત અને પાકિસ્તાન વચ્ચે 2025માં થયેલા સંઘર્ષ દરમિયાન ટ્રમ્પના રાજદ્વારી હસ્તક્ષેપ અને નેતૃત્વને કારણે કરી હતી, જેના દ્વારા યુદ્ધવિરામ થયો અને મોટું યુદ્ધ ટળ્યું. નિર્ણયની જાહેરાત 21 જૂન, 2025ના રોજ કરવામાં આવી હતી. જોકે, નામાંકન વિવાદાસ્પદ રહ્યું છે. પાકિસ્તાનના કેટલાક નેતાઓ અને વિપક્ષી પક્ષોએ, ખાસ કરીને અમેરિકાના ઈરાન પરના હુમલા બાદ, નિર્ણયની ટીકા કરી અને નામાંકનની સમીક્ષા કરવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ

સંજય રાઉતનો નિશિકાંત દુબે પર વાર, કહ્યું તેમને કોણ ઓળખે છે? CM ફડણવીસને આડે હાથ લીધા | Sanjay Raut

Bageshwar wall collapse: બાગેશ્વર ધામમાં ફરી દિવાલ પડવાથી મહિલાનું મોત, 11ને ઈજાઓ, ધીરેન્દ્ર શાસ્ત્રીની પોલ ખૂલી!

બાગેશ્વરમાં મંડપ તૂટ્યો, 1 ભક્તનું મોત, 15થી વધુ દબાયા, ધીરેન્દ્ર શાસ્ત્રી ભવિષ્યવાણી ન કરી શક્યા? | Bageshwar Dham

Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ

Bihar: એક જ પરિવારના 5 સભ્યોને જીવતા ધીકાવી દીધા, જાણો શું છે સમગ્ર ઘટના

રાહુલ ગાંધી અંગે ફેક ન્યૂઝ ફેલાવનાર માત્ર બે શખ્સો સામે FIR, જાણો શું છે સમગ્ર મામલો

Bihar Election: ભાજપની ગંદી રાજનીતી! રાહુલ ગાંધીનો પેડ પર લગાવેલો ફોટો વાયરલ કર્યો, પછી ડિલિટ કર્યો

Bengaluru: બ્રેકઅપ થતાં બોયફ્રેન્ડને અશ્લીલ મેસેજ મોકલ્યા, યુવતીએ નગ્ન કરી ભગાડી ભગાડીને માર મરાવ્યો, જાણો સમગ્ર ઘટના

MP: પાડોશણ સાથે લગ્ન કરવા ભારે પડ્યા, ‘તારા હાલ ઇન્દોરના રાજા જેવા કરીશ’, ધર્મ પરિવર્તનના દબાણથી પતિએ આ શું કર્યુ?

ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમતી બહેનને જોઈ 10 વિકેટ લેનારા આકાશદીપ દુઃખી, બહેને શું કહ્યું? |  Akashdeep

Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?

 

 

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી