
UP Crime: દેશમાં વારંવાર માનવ સમાજને ન શોભે તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના રામપુરથી પ્રકાશમાં આવી છે. સંબંધોની બધી હદો પાર કરીને એક ભત્રીજો તેની જ કાકી સાથે પ્રેમસંબંધ રાખતો હતો. કાકી પણ સંબંધોની પરવા કર્યા વિના તેના ભત્રીજા સાથે સંબંધમાં આવી ગઈ. પરંતુ જ્યારે પરિવારે આ સંબંધને નકારી કાઢ્યો, ત્યારે યુવકે એક સનસનાટીભર્યું પગલું ભર્યું.
સગી કાકી સાથે 5 વર્ષથી પ્રેમસંબંધ
પ્રાપ્ત માહિતી અનુસાર રામપુરના રહેવાસી અને સગી કાકી સાથે સંબંધ રાખનાર વિજય પાલનું મોત થઈ ગયું છે.. તે તેની પોતાની કાકી સાથે છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. પરંતુ જ્યારે પરિવારને આ વાતની ખબર પડી, ત્યારે ભારે હોબાળો મચી ગયો. વિજય પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો કે તેણે પોતે આપઘાત કરી લીધો.
‘ભત્રીજો વિજય તેની કાકીના ઘરે રહેતો’
વિજય પાલના પરિવારનું કહેવું છે કે વિજય સંપૂર્ણપણે તેની સગી કાકીના વશમાં થઈ ગયો હતો. તે ફક્ત તેની કાકીની વાતો સાંભળતો. કાકી તેને તેના ઘરે લઈ જતી અને તે તેના ઘરે રહેતો. વિજય તેના બધા પૈસા તેની સગી કાકીને જ આપતો. જેથી ધીરે ધીરે કાકી- ભત્રીજાનો અનૈતિક પ્રેમ વધી ગયો હતો. પરિવારનું કહેવું છે કે વિજય અને તેની સગી કાકી છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતો.
‘તે મારી છે, જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી હોસ્પિટલમાં જઈશ નહીં’
મૃતક વિજયના પિતા કહે છે કે વિજય રવિવારે રાત્રે ઘરે આવ્યો હતો. બીજા દિવસે તેની કાકી પણ આવીને તેને પોતાની સાથે લઈ ગઈ. પછી સાંજે વિજયે આવીને ઝેર પીને આત્મહત્યા કરી લીધી. પરિવારના સભ્યો કહે છે કે મરતી વખતે વિજયે કહ્યું, ‘તે મારી છે. જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી હું હોસ્પિટલમાં જઈશ નહીં.’
પરિવારનું એમ પણ કહેવું છે કે વિજયના મૃત્યુ પછી તેની સગી કાકીએ તેના પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવી ન હતી, ભલે તે છેલ્લા 5 વર્ષથી તેની સાથે સંબંધમાં હતી. હવે પરિવારે વિજયની કાકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે શું કહ્યું?
આ સમગ્ર મામલા અંગે, મિલક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નિશા ખટાનાએ જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો