
UP Crime: ઉત્તરપ્રદેશમાં થયેલી એક શખ્સની હત્યામાં મોટો ખૂલાસો છે. રામપુરની ગુલ અફશા, જેના પર તેના પ્રેમીને પામવા માટે તેના જ મંગેતરની હત્યા કરવાનો આરોપ હતો. જેથી તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે હવે તે ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસે સૌ કોઈને ચોકાવી દીધા છે.
ગત 14 જૂને રામપુરના થાણા ગંજમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના 15 જૂનના રોજ લગ્ન થવાના હતા. સીસીટીવી ફૂટેજમાં તેને લઈ જનાર હત્યારો તેની યુવતીનો એકતરફી પ્રેમી હોવાનું બહાર આવ્યું. આ જોઈને મૃતકના પરિવારે મંગેતર ગુલ અફશા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે યુવતીએ તેના પ્રેમી સાથે મળીને થનારા પતિને મરાવી નાખ્યો હતો.
ગુલ અફશાએ શું કહ્યું?

પોતાના થનારા પતિના હત્યા કેસમાંથી નામ હટાવવા અંગે ગુલ અફશાએ કહ્યું, “મારા લગ્ન 15 જૂનના રોજ હતા. પરંતુ કોઈએ મારા થનારા પતિની હત્યા કરી દીધી. તપાસ દરમિયાન મારા જ ગામમાં રહેતા સદ્દામનું નામ સામે આવ્યું. તેણે જ મારા થનારા પતિ નિહાલની હત્યા કરી હતી. નિહાલના પરિવારે મારું નામ કેસમાં ઉમેર્યું અને મારી સામે હત્યાના આરોપો લગાવ્યા. પરંતુ રામપુર પોલીસ તપાસમાં મારી કોઈ સંડોવણી બહાર આવી નથી.”
ગુલ અફશાએ આગળ કહ્યું કે એક તરફી પ્રેમમાં સદ્દામ મારી પાછળ પડી ગયો હતો. તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. તેણે મને અને મારા માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ તેણે નિહાલને મારી નાખ્યો. ગુલ અફશા કહે છે કે સદ્દામને કડકમાં કડક સજા મળવી જોઈએ.
રામપુર પોલીસે શું કહ્યું?
આ સમગ્ર કેસ અંગે પોલીસ અધિક્ષક (રામપુર) વિદ્યાસાગર મિશ્રાએ જણાવ્યું હતું કે, હત્યા કેસમાં યુવતીનું નામ સામે આવ્યું હતું. મૃતક નિહાલ યુવતી સાથે લગ્ન જ કરવાનો હતો. જો કે તેની હત્યા કરી નાખવામાં આવી. જ્યારે કેસની તપાસ કરવામાં આવી ત્યારે યુવતી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા ન હતા. જેથી તેનુ નામ કેસમાં હટાવી દેવામાં આવ્યું છે.
કોલ ડિટેલમાં પણ કોઈ પુરાવા મળ્યા નથી
જ્યારે ગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પવન શર્માએ જણાવ્યું હતું કે આ કેસમાં ગુલફશાન અને સદ્દામના કોલ ડિટેલ્સની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોલ ડિટેલમાં પણ કોઈ પુરાવા મળ્યા નથી.
જેથી નિહાલના લગ્નના એક દિવસ પહેલા થયેલી હત્યાના કેસમાં પોલીસે તેની મંગેતર ગુલફાશાનના નિવેદનને પુરાવાનો આધાર માનીને તેને ક્લીનચીટ આપી દીધી છે. પોલીસે કહ્યું છે કે ગુલફાશાનની આ હત્યામાં કોઈ ભૂમિકા નહોતી.
નિહાલ ભોજન બનાવવાનું કામો કરતો
રામપુર જિલ્લાના ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા ટોલાના ફકીરોં વાલા ફાટકનો રહેવાસી નિહાલ (ઉ.વ. 35) લગ્ન અને પાર્ટીઓમાં ભોજન બનાવતો હતો.
આ પણ વાંચોઃ
શેરબજારમાં જેન સ્ટ્રીટ કૌભાંડ: SEBIની નિષ્ફળતા અને રોકાણકારોને મોટું નુકસાન, જાણો વધુ
Surat માં ઈન્ડિગોનું પ્લેન ઉડાન ભરે તે પહેલા જ મધમાખીઓ બેસી ગઈ, પછી મુસાફરોનું શું થયું?
Valsad: વલસાડમાં નેશનલ હાઈવે પર ખાડાને કારણે બાઈકચાલકનો જીવ ગયો, ટ્રકે કચડી નાખ્યો
Ghaziabad: લગ્નનું વચન આપી શારીરિક શોષણ, અનેક છોકરીઓને ફસાવી, ક્રિકેટર યશ દયાલનાનો મોટો પર્દાફાશ








