UP: 4 બાળકોના ગળા કાપી પિતાએ કેમ કર્યો આપઘાત?, હચમચવી નાખતો કિસ્સો

  • India
  • March 27, 2025
  • 1 Comments

UP:  ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાંથી એક હચમાચવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ કથિત રીતે પોતાના 4 બાળકોનું ગળું કાપીને હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. આસપાસના વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતદેહોને કબજે લીધા છે. હાલ પોલીસ ઘટના પાછળનું કારણ શોધવા કામ લાગી છે.

જાણો સમગ્ર મામલો

આ કેસની માહિતી આપતાં પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુર ચાચરી ગામના રહેવાસી રાજીવ કુમાર(ઉ.વ. 36) એ તેના ચાર બાળકો – સ્મૃતિ(ઉ.વ. 12), કીર્તિ(ઉ.વ. 9), પ્રગતિ(ઉ.વ. 7) અને ઋષભ(ઉ.વ. 5) ની તેના ઘરમાં તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી હતી અને પછી બીજા રૂમમાં ફાંસી લગાવીને પોતે પણ આપઘાત કરી લીધો હતો. પોલીસ અધિક્ષકે વધુમાં કહ્યું પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુરુવારે સવારે 7 વાગ્યે જ્યારે રાજીવના ઘરનો દરવાજો ખુલ્યો નહીં, ત્યારે તેના પિતા છત પર ચઢી ગયા અને સીડી દ્વારા ઘરની અંદર ગયા હતા. ત્યારબાદ તેમને આખી ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરી હતી.

ઘટનાને અંજામ આપવા હથિયારને ધારદાર બનાવ્યું

મૃતકના પિતા પોલીસને આપેલી માહિતી અનુસાર રાજીવનો એક વર્ષ પહેલા અકસ્માત થયો હતો, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેની સારવાર ચાલી રહી હતી. તેમણે કહ્યું કે આ કારણે રાજીવ ઘણીવાર ગુસ્સે થઈ જતો હતો અને બુધવારે રાજીવની પત્ની તેની માતાના ઘરે ગઈ હતી. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ઘટનાને અંજામ આપતાં પહેલા રાજીવે બુધવારે રાત્રે હથિયાર પણ ધારદાર બનાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી સેન્ડપેપર અને તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Gandhinagar: 2100થી વધુને છૂટા કર્યા પણ આરોગ્ય કર્મચારીઓ અડગ, હડતાળનો 11મો દિવસ

આ પણ વાંચોઃ 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી

આ પણ વાંચોઃ Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી

આ પણ વાંચોઃ US report: ચીન જ નહીં ભારત પણ ફેન્ટાનાઇલ ડ્રગ્સનું મોટું ઉત્પાદક, આ ડ્રગ્સ શું છે?

  • Related Posts

    Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!
    • December 15, 2025

    Congress Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે અને આ તકે ‘વોટ ચોર ગદ્દી છોડ’ બેનર હેઠળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા…

    Continue reading
    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
    • December 13, 2025

    H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

    • December 15, 2025
    • 1 views
    Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

    Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

    • December 15, 2025
    • 8 views
    Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

    MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

    • December 14, 2025
    • 14 views
    MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

    • December 14, 2025
    • 20 views
    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

    Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

    • December 14, 2025
    • 22 views
    Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

    Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

    • December 14, 2025
    • 24 views
    Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ