
UP Viral video: ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં વારંવાર વીજ કાપને લઈ લોકો હેરાન-પરેશાન બન્યા છે. તાજેતરમાં જ ઘણા વીડિયો વાયરલ થયા હતા. જેમાં કેટલાક લોકો એટીએમની રુમોમાં ઊંઘવા મજબૂર બન્યા હતા. ઘણી વીજ સમસ્યાને લઈ પ્રદર્શન કરવાને લઈ ધમકીઓ પણ મળી રહી છે. ત્યારે ગઈકાલે મંગળવારે મેરઠ શહેરમાં વીજ કાપ થતાં લોકો ભારે મુસ્કેલીમાં મૂકાયા હતા. જેથી લોકોએ વીજકર્મીને બંગડીઓ પહેરી લેવા કહ્યું હતુ.
મેરઠમાં લોકો વીજ કાપથી કેટલી હદે પરેશાન છે તે રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળ્યું છે. મંગળવારની ઘટના મેરઠ વાયરલ વીડિયો થયો છે, જેમાં વીજળી કાપથી પરેશાન લોકોએ ભારે વિરોધ કર્યો છે. મેરઠના ગંગાનગર વિસ્તારમાં 33 KV લાઇનમાં ખામી સર્જાવાને કારણે સૂરજકુંડ રોડ, પટેલ નગર, મોહનપુરી અને અન્ય ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા લોકો ગુલમર્ગના ઇન્દિરા ચોક સ્થિત વીજળી વિભાગની ઓફિસે પહોંચ્યા. જ્યા એક વૃદ્ધ મહિલાએ અનોખી રીતે બંગડી કાઢીને વીજળી વિભાગના જુનિયર ઇજનેરને પહેરી લેવા કહ્યું હતુ. લોકોએ કહ્યું કે ભાઈ, બંગડીઓ પહેરી લો. મેરઠ વાયરલ વીડિયોમાં આખી ઘટના વિગતવાર જોઈ શકાય છે. વીડિયોમાં વૃદ્ધ મહિલાએ વીજળી વિભાગના જુનિયર ઈજનેરને બંગડી આપીને વિરોધ કર્યો, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
Fed up with power outage, women in UP’s Meerut offer bangles to power department staffers. pic.twitter.com/KrZd6AKzyv
— Piyush Rai (@Benarasiyaa) July 30, 2025
વાયરલ વીડિયોમાં, પુરુષો અને મહિલાઓનું એક જૂથ વીજળી વિભાગની ઓફિસમાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. વિરોધ કરવા મજબૂર થયેલા લોકોનો આરોપ છે કે મેરઠના ગંગાનગર વિસ્તારમાં 33 KV લાઇનમાં ખામી સર્જાવાથી સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
જાણવા મળ્યું છે કે લોકોએ હોબાળો મચવતાં જુનિયર ઈન્જિનયર વીજળીની સમસ્યાનું નિરાકરણ કરવાને બદલે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. જો કે તેમ છતાં મહિલાઓએ પીછો ન છોડ્યો મહિલાઓ પણ ત્યાં પહોંચી ગઈ. જ્યા મહિલાઓને સમજાવીને નિરાકરણ કર્યું. પરંતુ દસ મિનિટ પછી ફરીથી વીજળી બંધ થઈ ગઈ. સાંજે આવી હતી.
વીજળીના અભાવે લોકોમાં રોષ
મેરઠ સંબંધિત વાયરલ વીડિયોમાં લોકોમાં ગુસ્સો જોઈ શકાય છે, જેનું મુખ્ય કારણ પાવર કટ છે. મેરઠના ઇન્દિરા ચોક સ્થિત પાવર હાઉસ પહોંચેલી મહિલાઓએ આરોપ લગાવ્યો કે અહીંના અધિકારીઓ ખાલી ખુરશીઓ તોડી રહ્યા છે અને કામ કરી રહ્યા નથી. આ જ કારણ છે કે પાવર કટ થઈ રહ્યા છે. લોકોએ સ્થાનિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિપિન કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો અને પાવર કટ સામે અવાજ ઉઠાવ્યો. આને લગતો મેરઠનો વાયરલ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો:
યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?
Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?
Fake promises: મોદીના વચનનો અમલ ન થતાં 40 હજાર લોકોને અન્યાય, નેતા છેતરે તો ગુનો દાખલ કરવા કોર્ટ નથી
Parking Chair: ખુરશી સરખી કરવાની ઝંઝટ ખતમ, તાળી પાડતાં જ કેવી રીતે ગોઠવાઈ જાય છે?
Himachal Pradesh: એક છોકરી સાથે બે ભાઈઓએ લગ્ન કર્યા, પછી છોકરી શું બોલી?
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?
Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?