UP: ઘરની બહાર સૂતા યુવાન પર ધારદાર હથિયારથી હુમલો, લોહીથી લથપથ મૃતદેહ જોઈ પરિવારે પાડી ચીસો

  • India
  • September 6, 2025
  • 0 Comments

UP: રાયબરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી ઘરની બહાર સૂતા એક યુવાનની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી, લોહીથી લથપથ મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ ચીસો પાડી. આ સાંભળીને લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને પોલીસને જાણ કરવામાં આવી માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબ્જે લઈને તપાસ હાથ ધરી.

તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો

યુપીના રાયબરેલીમાં, એક યુવાનનો મૃતદેહ તેના ઘરની બહાર સૂતેલા હાલતમાં લોહીથી લથપથ મળી આવ્યો હતો. તેના ગળા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે ઘરમાં ખૂબ ચીસો અને રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજ સાંભળીને ગામલોકો પણ ભેગા થઈ ગયા. ગામલોકો ચિંતિત પરિવારને સાંત્વના આપતા રહ્યા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘટનાની માહિતી મેળવી.

જમીનના વિવાદને કારણે આ હત્યા

આ ઘટના હરચંદપુરના પ્યારેપુર ગામમાં બની હતી. ગામના રહેવાસી હિમાંશુની હત્યા કરવામાં આવી છે. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે જમીનના વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી છે. અચાનક આ ઘટનાથી લોકોમાં રોષ છે અપરાધી જાણકાર હોવાથી સ્થિતિ વધારે કફોડી બની છે, પપરિવાર હવે ન્યાયની માંગણી કરી રહ્યો છે. આરોપીને કડક સજા કરવાનું કહી રહ્યાં છે.

આવી જ ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે. જયાં જમીન અને મિલકત માટે લોકો સંબંધોને ભૂલી જતાં હોય છે. અને મારામારી પર ઉતરી આવતાં હોય છે. તેમજ એકબીજાને પતાવી દેતા હોય છે. હવે માણસને પૈસા આગળ કંઈ જ દેખાતું નથી.

પોલીસે સ્થળનું નિરીક્ષણ કર્યું

આ ઘટનાએ સમ્રગ વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવ્યો છે. પરિવાર અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે. જોકે પોલીસે કાર્યવાહી કરવાનું શરુ કરી દીધું છે. પોલીસે સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને પુરાવા એકત્રિત કર્યા છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અહેવાલ: સુમન ડાભી 

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?
  • July 20, 2026

Forest Diversion: કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની અધિકૃત સમિતિએ છત્તીસગઢ અને ઓડિશા રાજ્યમાં કોલસા તથા લોખંડ અયસ્ક ખનન યોજનાઓ માટે કુલ ૧,૯૫૪.૩૫ હેક્ટર વન જમીનના ડાયવર્ઝન એટલે કે…

Continue reading
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ
  • July 20, 2026

Jantar Mantar Protest: દિલ્હીના જંતર-મંતર પર સોમવાર, ૨૦ જુલાઈના રોજ હરિયાણા અને દેશના અન્ય ખૂણેથી આવેલા યુવાનો, વાલીઓ અને નાગરિકોનો વિશાળ જનસૈલાબ જોવા મળ્યો હતો. ‘ચાલો સંસદ’ માર્ચમાં જોડાવા આવેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

  • July 20, 2026
  • 3 views
Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

  • July 20, 2026
  • 4 views
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

  • July 20, 2026
  • 8 views
Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

  • July 20, 2026
  • 6 views
All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

  • July 20, 2026
  • 11 views
Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!

  • July 20, 2026
  • 11 views
Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!