
US illegal immigration: હરિયાણાના યુવાનોને ડંકી રૂટથી અમેરિકા મોકલનારા એજન્ટો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા 104 લોકોમાંથી 2 લોકોએ આ એજન્ટ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કરનાલના આકાશ અને સુમિતની ફરિયાદ પર પોલીસે 3 એજન્ટો વિરુદ્ધ FIR નોંધી છે.
તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે એજન્ટોએ આ 33 લોકો સાથે લગભગ 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જેમાં તેમને અમેરિકામાં નોકરીની લાલચ પણ આપવામાં આવી હતી. જોકે, મેક્સીકન સરહદથી દિવાલ ઓળંગીને અમેરિકા પહોંચતાની સાથે જ લગભગ બધાની ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ, પંજાબના અમૃતસર ડિપોર્ટ કરાયેલા દિલેર સિંહે એજન્ટ સતનામ સિંહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ અમૃતસર જિલ્લાના રાજાસાંસી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
વિદેશીમંત્રીએ ડિપોર્ટ અંગે શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ડિપોર્ટેશન ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને તેમાં કંઈ નવું નથી.
આ પણ વાંચોઃ Surat: બાળકના મોત બાદ જવાબદાર કાર્યપાલક ઈજનેર સહિત ચાર અધિકારીઓને નોટિસ