
US Deportation: અમેરિકાએ ગેરકાયદેસર ઘૂસેલા લોકો વિરુધ્ધ તવાઈ બોલાવી છે. માત્ર ભારતના જ નહીં અનેક દેશના લોકોને અમેરિકાએ તગેડી મૂક્યા છે. અત્યાર સુધી કુલ 332 ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. જેમાં પહેલા તબક્કામાં 104, બીજા તબક્કામાં 116 અને હવે ત્રીજા તબક્કામાં 112 ભારતીયોને ડિપોર્ટ કરાયા છે.
ગઈ રાત્રે ત્રીજા તબક્કાની ફ્લાઈટ પંજાબના અમૃતસરમાં આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયો છે. કહેવાય રહ્યું છે, જેમાં 33 ગુજરાતીઓ છે.
અૃતસરથી ફ્લાઈટ દ્વારા 33 માંથી 4 ગુજરાતીઓ આજે સવારે અમદાવાદ આવી ચૂક્યા હતા. જ્યારે બીજા 29 બપોર પછીની ફ્લાઈટમાં આવવાના હતા. તે પણ હવે અમદાવાદ એરપોર્ટ પણ આવી ગયા છે. કુલ 33માંથી 11 તો બાળકોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં પણ 33 ગુજરાતીઓ હતા. જ્યારે બીજા તબક્કામાં 8 હતા. અને ત્રીજા તબક્કામાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.
રુપિયા ખર્ચીને ગયેલા પરિવારોને ભારે નુકસાન
ગેરકાયદેસર રીતે વિદેશ ગયેલા આ લોકોના પરિવારોને ભારે નુકસાન થયું છે. આમાંના ઘણા પરિવારોએ તો પોતાના ખેતરો અને પશુઓ ગીરવે મૂક્યા હતા. જેથી તેઓ અમેરિકા જઈ શકે. પરંતુ હવે જ્યારે તેમને દેશનિકાલ કરીને પાછા મોકલવામાં આવ્યા છે, ત્યારે તેમના પરિવારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ગેરકાયદેસર રીતે વિદેશ જઈને સારા ભવિષ્યની શોધમાં રહેલા લોકો માટે આ પરિસ્થિતિ એક મોટી ચેતવણી છે.
આ પણ વાંચોઃ US Deportation: 112 ભારતીયોને લઈ અમેરિકાથી ત્રીજી ફ્લાઈટ અમૃતસર પહોંચી, 33 ગુજરાતી ડિપોર્ટ
આ પણ વાંચોઃ US Deportation: મોદીની અમેરિકા મુલાકાત શું કામની? અમેરિકાએ ફરી તો ભારતીયોને સાંકળ બાંધી મોકલ્યા?
આ પણ વાંચોઃ Leopard attack: ગીર ગઢડામાં રમતી બાળકી પર દિપડાએ હુમલો કરતાં મોત, પરિવાર આઘાતમાં