
US tariff pressure:અમેરિકાના ટેરીફ દબાણ વચ્ચે, ભારત ધીમે ધીમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી યુનાઇટેડ સ્ટેટ્સ તરફ ખસેડી રહ્યું છે અને હવે ગેસ ખરીદશે ભારતની સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ 2026 સુધી યુએસ ગલ્ફ કોસ્ટથી 2.2 મિલિયન ટન LPG આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ભારતની કુલ વાર્ષિક LPG આયાતના આશરે 10% છે અને યુએસ સાથે વેપાર ખાધ ઘટાડવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, “વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું LPG બજાર અમેરિકા માટે ખુલી ગયું છે.અમે અમારા ઉર્જા પુરવઠામાં વૈવિધ્ય લાવવા માટે આ પગલું ભર્યું છે. આ 2.2 MTPAની ડીલ અમારી વાર્ષિક આયાતના 10% છે, જે યુએસ ગલ્ફ કોસ્ટમાંથી આવશે. ભારતીય બજાર માટે યુએસ LPG માટે આ પહેલો સ્ટ્રક્ચર્ડ કોન્ટ્રાક્ટ છે.”
આ દરમિયાન, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ઊર્જા એક એવું ક્ષેત્ર છે જ્યાં બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ,આગામી વર્ષોમાં અમેરિકા સાથે ઉર્જા વેપાર વધશે.અગાઉ, ભારતનો મોટાભાગનો LPG પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી આયાત કરવામાં આવતો હતો જેમ કે સાઉદી અરેબિયા, UAE, કતાર અને કુવૈતથી આવતો હતો. આ સોદો આપણી તેલ ખરીદીનો વ્યાપ વધારશે.
ભારતીય PSU ઓઈલ કંપનીઓની ટીમોએ હાલમાં યુએસ ઉત્પાદકો સાથે ચર્ચા કર્યા પછી આ ડીલ ફાઈનલ કરી છે. આ વોલ્યુમ ભારતના ઝડપથી વિકસતા LPG બજારને ટેકો આપવા માટે પૂરતું મોટું છે, જ્યાં તેની લગભગ 60% જરૂરિયાતો આયાત દ્વારા પૂરી થાય છે.આમ,ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાએ તેની પ્રથમ ડીલ કરી છે. આ ડીલ હેઠળ, ભારત યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી આશરે 2.2 મિલિયન ટન (MTPA) LPG ખરીદશે.
આ ડીલ ભારતની સરકારી તેલ કંપનીઓ – ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) દ્વારા અમેરિકન ઊર્જા સપ્લાયર્સ શેવરોન, ફિલિપ્સ 66 અને ટોટલ એનર્જી ટ્રેડિંગ સાથે કરવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ તેને ઐતિહાસિક પ્રથમ ગણાવ્યું છે.
ટ્રમ્પે રશિયા પાસેથી ઓઈલ ખરીદવા બદલ ભારત પર કુલ 50% ટેરિફ લાદ્યો છે. આમાં 25% રેસીપ્રોકલ અને રશિયન ઓઈલ ખરીદી પર 25% પેનલ્ટીનો સમાવેશ થાય છે. વધુમાં, ભારતનો અમેરિકા સાથે વેપાર સરપ્લસ છે. હવે, ઊર્જા ખરીદી વધારીને ટ્રેડ ડીલ ફાઈનલ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.આ સોદાની જાહેરાત કરતા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે તે વિશ્વના સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા LPG બજારોમાંના એક માટે “ઐતિહાસિક શરૂઆત” છે.
આ કરાર ભારતની સલામત અને સસ્તું LPG સુનિશ્ચિત કરવાની અને પુરવઠા સ્ત્રોતોને વૈવિધ્યીકરણ કરવાની વ્યૂહરચનાનો એક ભાગ છે.
જ્યારે બીજી વાત એ પણ સામે આવી રહી છે કે અમેરિકાના ટેરીફ દબાણ વચ્ચે, ભારત ધીમે ધીમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી યુનાઇટેડ સ્ટેટ્સ તરફ ખસેડી રહ્યું છે.તાજેતરના તેલ બજારના આંકડા આ સૂચવે છે. ઓક્ટોબર 2025 માં, યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ભારતની ક્રૂડ ઓઇલ આયાત 2022 પછી સૌથી વધુ હતી.૨૭ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં ભારત યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દરરોજ ૫,૪૦,૦૦૦ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી રહ્યું છે. એક બેરલમાં ૧૫૯ લિટર હોય છે આ તેલ રશિયા કરતા મોંઘુ પડી રહ્યું છે.
ત્યારે આ મામલે જુદા જુદા પ્રતિભાવ જોવા મળી રહયા છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






