
UP school roof collapsed: ભાજપ સરકાર મંદિરો બનાવવામાં કરોડો રુપિયાના ધૂમાડા કરે છે, પણ બાળકો માટે શાળાઓ બનાવવામાં પાછી પાની કરે છે. તેના પાપે નિર્દોષ બાળકોને ભોગવવું પડે છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શનિવારે એક સરકારી શાળાના મકાનમાં અભ્યાસ કરતા ધોરણ 5 ના વિદ્યાર્થી પર છત તૂટી પડતાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને બીઆરડી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય ચાર વિદ્યાર્થીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ પરિવાર સહિત લોકોમાં ભારે આક્રોશ છે. આ ઘટના બાદ ભાજપ સરકાર સામે સવાલો ઉભા થયા છે. ભાજપનું સરકારી તંત્ર ત્યા સુધી જાગતું નથી જ્યા સુધી કોઈ દુર્ઘટના ન ઘટે.
બાલાપર ગામમાં આવેલી શાળાની ઘટના
उत्तर प्रदेश के गोरखपुर जिले में एक सरकारी स्कूल की छत से प्लास्टर गिरने से कक्षा 5 के एक छात्र के सिर में चोटें आईं।
इस सरकार का फोकस मंदिर बनाने पर है स्कूल, कॉलेज और हॉस्पिटल को बेहतर करने पर नहीं।
इसमें दोष इनका नहीं हमारा है ये जानते हैं कि,”वोट मंदिर बनाने से मिलेगा स्कूल… pic.twitter.com/010ZLNbko8
— Dr. Sheetal yadav (@Sheetal2242) August 3, 2025
ચિલુઆતાલ પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાપર ગામમાં આવેલી આ કમ્પોઝીટ સ્કૂલની સ્થાપના 1993માં થઈ હતી. આ સ્કૂલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. શનિવારે સવારે 5 ધોરણની છત પરથી પ્લાસ્ટરનો એક મોટો પોપડો અચાનક તૂટી પડ્યો હતો. જેથી પહેલી હરોળમાં બેઠેલા એક વિદ્યાર્થીના માથા પર પડ્યો. વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જેના કારણે શાળામાં હોબાળો મચી ગયો. જાણવા મળી રહ્યું કે તેના માથામાં ચીરો પડી ગયો છે. શિક્ષકો અને અન્ય સ્ટાફ ઘાયલ બાળકની સંભાળ લેવા લાગ્યા.
બાળકને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને બીઆરડી મેડિકલ કોલેજમાં રિફર કર્યો. તેની બીઆરડીમાં સારવાર ચાલી રહી છે, પરંતુ તેની હાલત હજુ પણ ગંભીર છે. અકસ્માતમાં નજીકમાં બેઠેલા અન્ય ચાર વિદ્યાર્થીઓને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી.
ઇમારત પહેલેથી જ ધરાશાયી થઈ ગઈ હતી
બાલાપરની ધોરણ 8 ની વિદ્યાર્થિની નજાબીને કહ્યું કે શાળાની ઇમારત જૂની અને જર્જરિત છે. તેણીએ કહ્યું કે શાળાની બાલ્કની પણ પહેલા તૂટી ગઈ હતી અને પડી ગઈ હતી. તેનું સમારકામ થવું જોઈતું હતું. એક વિદ્યાર્થી સાહિલે કહ્યું કે વરસાદને કારણે છત નબળી પડી ગઈ હતી. બાલ્કની પણ પહેલા પડી ગઈ હતી, પરંતુ શિક્ષકોએ ધ્યાન આપ્યું ન હતું.
શિક્ષણ અધિકારીએ શું કહ્યું?
ગોરખપુરના શિક્ષણ અધિકારી રામેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બેદરકારી બદલ આચાર્ય સુનિતા અગ્રહરીને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ઘાયલ બાળકની સારવાર ચાલી રહી છે, અને તેનું સીટી સ્કેન પણ કરવામાં આવ્યું છે. બાળક હવે સ્થિર છે.
બીએસએસ અધિકારી( Basic Shiksha Adhikari)એ કહ્યું તમામ શિક્ષકોને અપીલ કરી છે કે તેઓ વરસાદની ઋતુ દરમિયાન જર્જરિત ઇમારતોમાં વર્ગો ન ચલાવે અને બાળકોને સલામત સ્થળોએ ભણાવે. તેમણે કહ્યું કે જિલ્લામાં 250 જર્જરિત શાળા ઇમારતો તોડીને નવી ઇમારતો બનાવવામાં આવી રહી છે. DM દ્વારા જારી કરાયેલી સલાહમાંતમામ બ્લોક શિક્ષણ અધિકારીઓને જર્જરિત રૂમમાં વર્ગો ન ચલાવવાની સૂચના આપવામાં આવી છે અને બાળકોને નજીકની શાળાઓમાં ખસેડવામાં આવે.
શાળાઓના નિરીક્ષણના આદેશો
આ ઘટના બાદ ગોરખપુરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોની તમામ સરકારી શાળાઓની ઇમારતોનું નિરીક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પીડબ્લ્યુડી ઇમારતોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. બીએસએસ અધિકારીએ વધુમાં કહ્યું કે બાળકોનું શિક્ષણ અને સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જર્જરિત ઇમારતોમાં વર્ગો ચલાવવા અસ્વીકાર્ય છે. જોકે પોતાની ફરજમાં આવતું હોવા છતાં હવે પાછળથી ડાહપણ કરી રહ્યા છે.
આ પણ વાંચો:
Mehsana: વિજાપુરમાં બે ભયંકર અકસ્માત, 28 દિવસના નવજાત સહિત 2 લોકોના મોત, ત્રણ ICUમાં
Bomb Threat: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે આ રીતે આરોપીને પકડ્યો!
UP: ગોંડામાં મોટો અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો નહેરમાં પડતાં 11ના જીવ ગયા
RAJKOT: ટ્યુશન ગયેલી 15 વર્ષિય બાળકીનું અપહરણ, બાળકીનો હજુ સુધી પત્તો નહીં
Odisha: 3 શખ્સોએ 15 વર્ષિય બાળકીને સળગાવી દીધી, સારવાર દરમિયાન થયું મોત, જાણો શું છે મોટું કારણ?
Chhota Udepur: રાયસીંગપુરા શાળાના શિક્ષક દંપતિની બદલી થતાં ગ્રામજનોએ કંઈક આ રીતે કર્યું સન્માન, જુઓ