
Uttar Pradesh’s Meerut: મેરઠમાં એક ચકચારી હત્યા કાંડ બન્યો છે. જેમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી છે. બાદમાં પતિની લાશને ડ્રમમાં પેક કરી દીધી હતી. આ ડ્રમને પોલીસ ડ્રમ ખોલવાનો પ્રયાસ કરતી રહી હતી. જો કે ખૂલી નોહતું રહ્યું. કારણ કે ડ્રમમાં સિમેન્ટ સાથે પતિની લાશને સીલ કરી હતી. જેથી લાશ સિમેન્ટમાં જકડાઈ ગઈ હતી. હાલ આ કિસ્સાએ સમગ્ર ભારતમાં ખળભળાટ મચાવી દીધો છે.
આ ડ્રમમાં સૌરભ રાજપૂતનું શરીર છે. લંડનમાં રહેતા સૌરભ રાજપૂત મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો. પ્રેમી પત્ની મુસ્કાન રસ્તોગીને મળવા આવ્યો હતો. પણ અહીં પત્ની મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને સૌરભની હત્યા કરી હતી, શરીરના ટુકડા કરીને ડ્રમમાં મૂકી દીધા હતા અને ડ્રમ પર સિમેન્ટ લગાવી દીધું હતું.
જ્યારે પોલીસ ડ્રમ ખોલવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ખૂલી શક્યુ ન હતુ. જેથી ડ્રમ સાથે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. જ્યાં તેમાં સિમેન્ટ કાપીને તેને ખોલવામાં આવ્યું અને સૌરભ રાજપૂતના શરીરના ટુકડા મળી આવ્યા. પોલીસે સૌરભ રાજપૂતની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલની ધરપકડ કરી છે.
પતિ પત્નીનો જન્મદિવસ અને પરિવારને મળવા આવ્યો હતો
આ સમગ્ર મામલો મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દિરાનગરમાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીં સૌરભ રાજપૂત તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને 5-6 વર્ષની પુત્રી સાથે રહેતો હતો. સૌરભ મર્ચન્ટ લંડનમાં નેવીનું કામ કરતો હતો. તેને પોતાના કામ માટે ઘણીવાર વિદેશમાં રહેવું પડતું હતુ. સૌરભ થોડા દિવસ પહેલા તેની પત્ની મુસ્કાન અને પુત્રીને મળવા મેરઠ પાછો ફર્યો હતો. સાથે જ પત્નીનો જન્મદિવસ પણ હતો અને આ માટે સૌરભ લંડનથી મેરઠ આવ્યો હતો.
વર્ષ 2016માં થયા હતા લગ્ન
સૌરભ રાજપૂતે 2016 માં મુસ્કાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. સૌરભનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો. સૌરભને તેની પત્નીના કારણે તેના પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો અને તે તેની પત્ની અને પુત્રી સાથે ભાડાના મકાનમાં અલગ રહેતો હતો. પણ તેને ખબર નહોતી કે જે પત્ની વિશે તે તેના પરિવાર સાથે ઝઘડો કરી રહ્યો હતો તે જ તેનો જીવ લેશે.
પતિની હત્યા કર્યા પછી, મુસ્કાન સાહિલ શુક્લા સાથે હિમાચલ ગઈ હતી
મીડિયા રિપોર્ટ્સ મુજબ મુસ્કાનને સાહિલ શુક્લા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જ્યારે તેનો પતિ સૌરભ વિદેશમાં હતો, ત્યારે મુસ્કાન સાહિલ સાથે રંગરેલિયા કરી હતી. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. તાજેતરમાં, જ્યારે સૌરભ રાજપૂત તેની પત્ની અને પુત્રીને મળવા મેરઠ આવ્યો, ત્યારે સાહિલ ખૂબ જ નારાજ થઈ ગયો હતો. કારણ કે સાહિલ મુસ્કાન સાથે લગ્ન કરવા માગતો હતો. જેથી બંનેએ સૌરભને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો ઘડ્યો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે સૌરભ તેની પત્ની મુસ્કાન સાથે તેના રૂમમાં સૂતો હતો, ત્યારે મુસ્કાને સૌરભની છાતીમાં છરી મારી દીધી હતી. મુસ્કાન સતત હુમલો કરતી રહી અને પોતાના હાથે જ તેના પતિની હત્યા કરતી રહી. આ પછી સાહિલ પણ ત્યાં આવ્યો અને બંનેએ શરીરને ટુકડા કરી ડ્રમમાં નાખ્યું અને તેના પર સિમેન્ટ લગાવી દીધો હતો.
10 દિવસ પહેલા મુસ્કાને તેની આસપાસના લોકોને કહ્યું હતું કે તે તેના પતિ સાથે હિમાચલ પ્રદેશ જઈ રહી છે. આ પછી ઘરને તાળું મારી દેવામાં આવ્યું હતુ. આ પછી નજીકમાં રહેતા લોકોએ પણ મુસ્કાન અને સૌરભને સાથે જોયો ન હતો. આ દરમિયાન, મુસ્કાને તેની માતાને કહ્યું કે તેણે અને તેના પ્રેમીએ સૌરભની હત્યા કરી છે. પછી મુસ્કાનની માતા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જ્યારે પોલીસે મુસ્કાન અને તેના પ્રેમી સાહિલની કડક પૂછપરછ કરી, ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો અને ઘરમાંથી ડ્રમ મળી આવ્યું હતુ.
પોલીસે શું કહ્યું?
આ સમગ્ર મામલા પર મેરઠના એસપી સિટી આયુષ વિક્રમે કહ્યું કે, આ સૌરભ રાજપૂતનો મામલો છે. તેમને મર્ચન્ટ નેવીમાં નોકરી કરતાં હતા. તે થોડા દિવસ પહેલા જ લંડનથી અહીં આવ્યા હતા. જ્યારે તેની પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. આ હત્યા 4 માર્ચના રોજ થઈ હતી. કેસ નોંધવામાં આવ્યો છે. મુસ્કાન અને સાહિલની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Nagpur Violence: વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સામે FIR
આ પણ વાંચઃ સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return
આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદમાં કારચાલકે પોલીસકર્મીઓને કચડી નાખાવાનો પ્રયાસ કર્યો
આ પણ વાંચોઃ Anand: આણંદમાં બેદરકારી દાખવતી 3 રેસ્ટોરન્ટ્સ સીલ, બહારનું ખાતા પહેલા ચેતજો