
Viral Video: આપણે વારંવાર સોશિયલ મિડિયા પર સાપ રેસ્ક્યૂના વીડિયો જોતા હોય છે. જો કે હાલ એક સાપ રેસ્કયૂનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિંગ કોબ્રા સાપ રેસ્કયૂ ટીમને સામે પડે છે. વીડિયો ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવેલા ભાઉવાલા ગામનો કહેવાય છે. જોઈ શકાય છે એક ઘરની નજીક એક ઝાડ પર 14 ફૂટ લાંબો કિંગ કોબ્રા બેઠો જોવા મળે છે. જે બાદ આખા વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. જે બાદ વન વિભાગની ટીમને જાણ કરતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચે છે. રેસ્કયૂ ટીમને ઝેરી સાપને પકડવામાં મુશ્કેલીનો સામનો પડે છે આટલા મોટા કોબ્રા જોઈને ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા.
देहरादून के भाऊवाला गांव में एक विशालकाय किंग कोबरा दिखाई दिया, जिससे पूरे इलाके में दहशत फैल गई।
रेस्क्यू टीम मौके पर पहुंची और बड़ी मशक्कत के बाद सांप को काबू में लिया गया। वीडियो में साफ दिखता है कि किंग कोबरा को पकड़ते समय रेस्क्यू टीम के सदस्य खुद भी बाल-बाल बचे।… pic.twitter.com/jEO8PAyssa
— Kumaon Jagran (@KumaonJagran) August 30, 2025
સાપને પકડવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તેને પકડી શકાતો નથી. લગભગ દોઢ કલાક સુધી તેને પકડવા રેસક્યૂ ટીમ પકડવા મથામણ કરતી રહી. સાપને પકડવા માટે ઉપયોગમાં લેવાતી હૂક સ્ટીક પણ સાપનું વજન સહન કરી શકી નહીં. આ પછી, ક્વિક રિસ્પોન્સ ટીમને બોલાવવામાં આવી. પ્રવેશ કુમાર અને અરશદ ખાન ઘટનાસ્થળે પહોંચ્યા. તેમને વન્યજીવન અને સાપ પકડવાનો લગભગ 23 વર્ષનો અનુભવ છે.
10 મિનિટમાં પકડી લીધો
ક્વિક રિસ્પોન્સ ટીમે જોયું કે તે એક કિંગ કોબ્રા હતો, જે લગભગ 14 ફૂટ લાંબો અને 10 કિલો વજન ધરાવતો હતો. ટીમના સભ્યોએ તેને પકડવાનું શરૂ કર્યું અને 10 મિનિટમાં તેને પકડી લીધો. રેસ્કયૂ ટીમે જોયું કે સાપ ખૂબ લાંબો અને ભારે હોવાથી તેને હૂક સ્ટીકથી પકડી શકાતો ન હતો. તેમના અનુભવના આધારે, તેઓએ તેને ત્યાં હાજર બેગથી ઢાંકીને પકડ્યો. ટીમે કહ્યું કે કિંગ કોબ્રા ખૂબ જ બુદ્ધિશાળી છે અને કોઈપણ માણસ પર ઝડપથી હુમલો કરતો નથી. તેની પાછળનું કારણ એ છે કે તે તેના ઝેરને માણસો પર વેડફવા માંગતો નથી અને તે તેનો ઉપયોગ ફક્ત તેના શિકાર પર જ કરવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો:
Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ
UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?
Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…
China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?
Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’
US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો