
Uttarakhand: ઉત્તરાખંડના પૌડી જિલ્લાના તલસારી ગામમાં એક વ્યક્તિએ પોતાના વાહનમાં આપઘાત કરી લીધો. આપઘાત કરતા પહેલા તે વ્યક્તિનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે ભાજપ નેતા હિમાંશુ ચમોલી નામના યુવક પર 35 લાખ રૂપિયા હડપ કરવાનો આરોપ લગાવતો જોવા મળી રહ્યો છે. આ રુપિયા જમીનના વ્યવહાર સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. માનસિક ત્રાસને કારણે આ ભયાનક પગલું ભરવાની વાત પણ આ વ્યક્તિ કરતી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ પૌડી જિલ્લાના તલસારી ગામમાં આજે એટલે કે 21 ઓગસ્ટની સવારે સતીશ ચંદ્રના પુત્ર જીતેન્દ્ર સિંહ (ઉંમર 32 વર્ષ) એ પોતાના વાહનમાં આત્મહત્યા કરી લીધી. વાહનમાંથી એક સિંગલ બોરની બંદૂક અને એક ગોળી મળી આવી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. આત્મહત્યા કરતા પહેલા જીતેન્દ્ર સિંહે એક વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે. તેણે હિમાંશુ ચમોલી નામના યુવક પર પણ આરોપ લગાવ્યો હતો કે તે તેના મૃત્યુ માટે જવાબદાર છે. કહેવામાં આવી રહ્યું છે કે હિમાંશુ ચમોલી ભાજપ નેતા છે.
યુવાને આપઘાત કરી લેતાં હડકંપ
मानसिक प्रताड़ना इतनी थी कि पौड़ी जनपद के 32 वर्षीय युवक जितेंद्र सिंह ने सुबह गोली मारकर जिंदगी ख़त्म कर ली। सुसाइड से पहले बनाये वीडियो में अपनी मौत का जिम्मेदार भाजपा युवा मोर्चा के प्रदेश मंत्री हिमांशु चमोली को बताया है। हिमांशु चमोली एक चर्चित नाम है और भाजपा के तमाम बड़े… pic.twitter.com/MW0TDU5wqQ
— Ajit Singh Rathi (@AjitSinghRathi) August 21, 2025
વીડિયોમાં જીતેન્દ્ર સિંહ આરોપ લગાવી રહ્યા છે કે હિમાંશુ ચમોલીએ જમીનના વ્યવહારના નામે તેની પાસેથી 35 લાખ રૂપિયા રોકડા લીધા પછી તે જમીનનો મુદ્દો ઉકેલી રહ્યો ન હતો. આ કારણે જીતેન્દ્ર સિંહ સતત માનસિક તણાવનો સમાનો કરી રહ્યો હતો. વીડિયોમાં જીતેન્દ્ર ભાવુક થઈને કહેતો જોવા મળે છે કે હવે હું ખૂબ જ પરેશાન છું, મારા મૃત્યુ માટે હિમાંશુ ચમોલી જ જવાબદાર છે.
જિતેન્દ્ર દેહરાદૂન રહેતો હતો
એવું કહેવામાં આવી રહ્યું છે કે જિતેન્દ્રને ચાર ભાઈ-બહેન છે. તે તેમાંથી સૌથી મોટો હતો, જે તેની પત્ની અને પરિવાર સાથે દહેરાદૂનમાં રહેતો હતો. ઘટનાની માહિતી મળતા જ પૌડીના એસએસપી લોકેશ્વર સિંહના નિર્દેશ પર પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. જ્યાં પોલીસ મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી
પોલીસે તાત્કાલિક તે વ્યક્તિને કસ્ટડીમાં લીધો જેનું નામ મૃતકે વીડિયોમાં લીધું હતું. એસએસપીએ જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અન્ય નાણાકીય વ્યવહારો અને વિવાદોની પણ તપાસ કરી રહી છે. જીતેન્દ્ર સિંહના અચાનક મૃત્યુથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગ્રામજનોએ શું કહ્યું?
ગ્રામજનોનું કહેવું છે કે જીતેન્દ્ર એક મૈત્રીપૂર્ણ અને સરળ વ્યક્તિ હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે આર્થિક અને માનસિક દબાણ હેઠળ હતો. ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ છે અને તેઓ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. હાલમાં પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. મૃતકના નિવેદનવાળા વીડિયોને પુરાવા તરીકે સુરક્ષિત કરવામાં આવ્યો છે અને કેસ સાથે સંબંધિત અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
હિમાંશુ ચમોલીને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યો
પાર્ટીએ હિમાંસુ ચમોલીને ભારતીય જનતા યુવા મોરચાના રાજ્ય મંત્રી હિમાંશુ ચમોલી સામેના આરોપોની નોંધ લીધી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટના નિર્દેશ પર હિમાંશુ ચમોલીને તાત્કાલિક યુવા મોરચાના રાજ્ય મંત્રી પદ પરથી દૂર કરાયો છે. સાથે જ પોલીસે આ મામલે વધુ તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો:
UP: અમદાવાદ જેવી જ ઘટના, વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીને છરીના ઘા મારી ચીરી નાખ્યો
Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી
Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી
MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?