
Vadodara Bridge Collapse Update: ગઈ કાલનો દિવસ ગુજરાત માટે ગોઝારો સાબિત થયો. વડોદરા જિલ્લામાં ચાર દાયકા જૂના પુલનો એક ભાગ તૂટી પડતાં છ વાહનો મહિસાગર નદીમાં પડી ગયા, જેમાં 14 લોકોના મોત થયા. આજે વહેલી સવારે પણ શોધખોળ દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકોમાં એક પરિવારના છ સભ્યો, એક બાળક અને તેનો ભાઈનો સમાવેશ થાય છે. નવ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જેમાંથી પાંચને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સ્થળે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આજે સવારે પુલની તાજી તસવીરો સામે આવી છે, જેમાં પોલીસકર્મીઓ જોઈ શકાય છે. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા પણ સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે.
બચાવ કામગીરી હજુ પણ ચાલું
સવારે પણ બચાવ કામગીરી ચાલુ છે, જેમાં NDRF અને SDRFની ટીમો સક્રિયપણે ભાગ લઈ રહી છે. વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયા ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, મૃત્યુઆંક વધવાની આશંકા છે, કારણ કે નદીમાં હજુ પણ કેટલાક વાહનો ફસાયેલા હોઈ શકે છે.
વડોદરા બ્રિજ દુર્ઘટના અપડેટ, વહેલી સવારથી જ શરૂ કરાઇ શોધખોળ..
પાદરાના ખાતે પૂલ તૂટવાના બીજા દિવસે વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે આવી પહોંચી. તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેકટર શ્રી દ્વારા સૂચના.. pic.twitter.com/HfuQngfMWO
— Info Vadodara GoG (@Info_Vadodara) July 10, 2025
મૃત્યુંઆક 13 એ પહોંચ્યો
વડોદરા જિલ્લામાં આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ 9 જુલાઈ, 2025ના રોજ સવારે 7:30 વાગ્યે અચાનક તૂટી પડતાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોનાં મોત થયાં છે, જેમાં એક જ પરિવારના છ સભ્યો, એક બાળક અને તેના ભાઈનો સમાવેશ થાય છે.
વડોદરા બ્રિજ દુર્ઘટના અપડેટ
મોડી રાત સુધી ચાલતી બચાવ કામગીરી..
– પાદરાના મૂજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં છેલ્લા 12 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે.
– પૂનમના કારણે મહી નદીમાં જલ પ્રવાહ વધે તે પહેલાં શક્ય હોય એટલી કામગીરી કરવા માટે સમગ્ર તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. pic.twitter.com/YLE0TLzBC1— Info Vadodara GoG (@Info_Vadodara) July 9, 2025
દુર્ઘટનાની વિગતો
ગંભીરા બ્રિજ, જે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર ક્ષેત્ર સાથે જોડે છે, તે આશરે 900 મીટર લાંબો છે અને તેમાં 23 થાંભલા (પિયર) છે. આ પુલ 1981માં બાંધકામ શરૂ થયું હતું અને 1985માં ખુલ્લો મુકાયો હતો. 9 જુલાઈની સવારે, પુલના 23 ગાળામાંથી એક 10-15 મીટર લાંભો સ્લેબ તૂટી પડ્યો, જેના કારણે બે ટ્રક, બે વાન, એક ઓટોરિક્ષા અને એક બાઇક મહિસાગર નદીમાં ખાબકી ગયા. એક ટ્રક પુલના તૂટેલા ભાગ પર અટવાઈ ગયું હતું, જેનો ડ્રાઈવર નાસી ગયો હતો પરંતુ તે હજુ ગુમ છે. એક બાઇક પર સવાર ત્રણ લોકો જાતે તરીને બહાર નીકળી ગયા હતા.
બચાવ કામગીરી
દુર્ઘટના બનતાં જ સ્થાનિક લોકો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC), ફાયર બ્રિગેડ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. બોટ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું. મોડી રાત સુધી ચાલેલી આ કામગીરીમાં એક ટ્રક, જેમાં સિરામિક ટાઇલ્સ ભરેલી હતી, તેને ખસેડવામાં આવી, જેની નીચેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. પૂર્ણિમાના કારણે મહિસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.
મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના અપડેટ..
ઘટનામાં વ્યક્તિના મૃત્યુદરનો આંકડો 11 એ પહોંચ્યો.. #vadodara #vadodaranews #padra #ndrf #firedepartment #info_vadodara_gog #bridgecollaps pic.twitter.com/hKX6dXdmlm
— Info Vadodara GoG (@Info_Vadodara) July 9, 2025
કલેક્ટર અનિલ ધામેલિયાનું નિવેદન
વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું કે પુલનું સમારકામ ગયા વર્ષે કરવામાં આવ્યું હતું, અને તેની જાળવણી સમયાંતરે થતી રહી છે. જોકે, સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે પુલની જર્જરિત હાલત અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવી. 2017માં કોંગ્રેસ પાર્ટીએ પણ ભારે વાહનો માટે પુલ બંધ કરવાની માગણી કરી હતી.
મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું ?
ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ પુલ 1985 માં બનાવવામાં આવ્યો હતો. સમયાંતરે તેની જાળવણી કરવામાં આવતી હતી. તેમણે કહ્યું કે, આ ઘટના પાછળના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવશે. તસવીરોમાં બે થાંભલા વચ્ચેના પુલનો આખો સ્લેબ ગાયબ દેખાય છે. લગભગ 900 મીટર લાંબા ગંભીરા પુલમાં 23થાંભલા છે.
ગયા વર્ષે જ થયું હતુ સમારકામ
કહેવામાં આવી રહ્યું છે કે આ પુલનું સમારકામ ગયા વર્ષે જ કરવામાં આવ્યું હતું. પુલ પર વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને, સરકારે ત્રણ મહિના પહેલા 212 કરોડ રૂપિયાના ખર્ચે એક નવો પુલ બનાવવાની મંજૂરી આપી હતી. આ પુલની ડિઝાઇન અને ટેન્ડરિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.






