
vadodara fire: વડોદરાના માજમાંજલપુર વિસ્તારમાં ભયંકર આગ ભભૂકી છે. જેમાં 5થી વધુ લોકો દાઝી ગયા છે. જ્યારે 2 મકાન અને 5 દુકાન આગની ચપેટમાં આવી ગયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. આગ બૂઝાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. હાલ આગ કાબૂમાં આવી છે.
સ્પંદન સર્કલ પાસે રહેણાંક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અહીં કેબલિંગનું કામ ચાલી રહ્યું હતુ. જેનું કામ કરતાં 5થી વધુ કર્મચારીઓ આગમાં દાઝ્યા છે. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતના શ્વાસ લીધા છે. સમય સૂચકતા દાખવી લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા. હાલ આગને કાબૂમાં લેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે અહીં ખાનગી કંપની ચાલી રહી છે. તેના કર્મચારીઓ દાઝ્યા છે.
આ વાંચોઃ
સુરતમાં 70 રત્નકલાકારોની પાણી પીધા બાદ તબિયત બગડી, પાણીમાં ઝેરી દવા હતી? | Surat
સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીનો સપાટો, વધુ 2.70 કરોડની ખનીજચોરી પકડી, 6 ડમ્પર જપ્ત | Surendranagar
સુરેન્દ્રનગરને મનપાનો દરજ્જો મળતાં ફૂગ્ગાની જેમ ફૂલ્યું, મેદાન છીનવી લીધુ? | Surendranagar