
Vadodara: પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ – વાદ્ય (સિતાર, વાયોલિન) દ્વારા સભા વાદન કાર્યક્રમનું ભવ્ય આયોજન 3 માર્ચ, 2025 ના રોજ ગાયન-વાદન સભાખંડમાં સવારે 8:00 વાગ્યે કરાયું હતુ. આ શ્રેષ્ઠ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમમાં યુજી અને પીજીના વિદ્યાર્થીઓએ મનમોહક રાગવિદ્યાની રજૂઆત કરી, જે શાસ્ત્રીય સંગીતપ્રેમીઓ માટે યાદગાર બન્યો હતો.
આ સવારને સંગીતમય બનાવતા વિદ્યાર્થીઓએ વિવિધ રાગોની શાસ્ત્રીય અને લાગણીસભર રજૂઆતો કરીને સૌની પ્રશંસા મેળવી. મુખ્ય અતિથિ વિભાસ વસંત રાણડે (જાણીતા ભારતીય શાસ્ત્રીય વાયોલિનવાદક) ની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને મહત્ત્વપૂર્ણ બનાવ્યો. તેમણે યુવાં કલાકારોના શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરતા જણાવ્યું કે, “આયોજિત પ્રસ્તુતિઓમાં શાસ્ત્રીય સંગીતની પરંપરા સાથે સંગીતની નવી ઊંચાઈઓ પ્રગટ થતી જોવા મળી, જે ભાવિ પેઢી માટે આશાજનક છે.”
આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંયોજકો ડૉ. નીતિન પરમાર અને ભાનુપ્રતાપ સાહૂ તથા કન્વીનર ડૉ. વિશ્વાસ સંત અને વિભાગ અધ્યક્ષ પ્રો ગૌરાંગ ભાવસાર નો ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો.
આ પણ વાંચોઃ કુપોષણ, ગરીબી અને શિક્ષણની દ્રષ્ટિએ તમિલનાડૂથી દૂર તો બિહારની નજીક છે ગુજરાત મોડલ: રિપોર્ટ