Vadodara: MS યુનિવર્સિટીના બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ કરનાર પ્રોફેસરને પોલીસની હેરાનગતિ, શું સરકાર લડનારને સજા આપે છે?

  • Gujarat
  • September 13, 2025
  • 0 Comments

Vadodara: મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રીના આરોપો અને પૂર્વ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવના રાજીનામા બાદ હવે આ વિવાદે નવું વળાંક લીધું છે. યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠક, જેમણે વિજય શ્રીવાસ્તવની નકલી પીએચડી ડિગ્રીનો પર્દાફાશ કરી તેમને રાજીનામું આપવા મજબૂર કર્યા, તેઓ હવે પોલીસની હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં પારદર્શિતા અને સરકારી નિમણૂકોની નીતિઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીનો બોગસ ડિગ્રી વિવાદમાં નવો વળાંક

સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો વિજય શ્રીવાસ્તવ, જે 2022થી જાન્યુઆરી 2025 સુધી એમ.એસ. યુનિ.ના વી.સી. હતા, હાલમાં અમદાવાદની કે.એન. યુનિવર્સિટીમાં વી.સી. તરીકે ફરજ બજાવે છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પીએચડી ડિગ્રી ઉત્તર પ્રદેશની બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી 2000માં મેળવી હતી, પરંતુ સર્ટિફિકેટમાં નામ ‘વિજયકુમાર’ હોવાથી શંકા ઉભી થઈ. પ્રોફેસર સતીષ પાઠકે આ ડિગ્રીની સત્યતા પર સવાલ ઉઠાવ્યા અને સોશિયલ મીડિયા તથા મીડિયા દ્વારા આ મુદ્દો ઉજાગર કર્યો. 3 સપ્ટેમ્બર, 2025ના રોજ એક વોટ્સએપ ગ્રુપમાં શ્રીવાસ્તવની ડિગ્રી નકલી હોવાનું PDF વાયરલ થયું, જેના મૂળમાં પાઠક હોવાનું મનાય છે. શ્રીવાસ્તવે બુંદેલખંડ યુનિ. પાસેથી ડિગ્રીની પુષ્ટિ માંગી, અને 4 સપ્ટેમ્બરે યુનિવર્સિટીએ જણાવ્યું કે ખોટા નામ અને રોલ નંબરને કારણે પહેલો રિપોર્ટ ખોટો હતો, અને શ્રીવાસ્તવની ડિગ્રી સાચી છે.

વિજય શ્રીવાસ્તવની સતીષ પાઠક વિરુદ્ધ ફરિયાદ 

આ ઘટના બાદ વિયજ શ્રીવાસ્તવે સતીષ પાઠક વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં બદનામી અને ખોટી માહિતી ફેલાવવાના આરોપો છે. પોલીસે પાઠકનો લેપટોપ અને મોબાઈલ જપ્ત કર્યા અને 15 સપ્ટેમ્બરે તપાસ માટે બોલાવ્યા છે. પાઠકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જતાં ચાર કલાક રાહ જોવી પડી, જ્યારે સોલા પોલીસે તરત ફરિયાદ નોંધી.

પ્રોફેસર સતીષ પાઠકને હેરાનગતિ

પ્રોફેસર સતીષ પાઠકને હવે આ તપાસમાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે તેમના જવાબ લીધા છે અને 15 સપ્ટેમ્બર, 2025ના રોજ તેમને બોલાવ્યા છે. તેમનો લેપટોપ અને મોબાઈલ પણ જપ્ત કરી લેવાયો છે. પાઠકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની બાજુની અરજી આપવા જવા પર પણ ચાર કલાક સુધી વાટા જોવો પડ્યો, અને તરત જ સોલા પોલીસે ફરિયાદ નોંધી દીધી. આથી, પાઠક અને તેમના સમર્થકોનું કહેવું છે કે ‘જે વ્યક્તિ લડી રહ્યો છે તેને જ સરકાર સજા આપી રહી છે.’ તેઓ માને છે કે આ રીતે તેમની લડતને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

કોર્પોરેટ આશિષ જોશીના આક્ષેપો

આ મામલે કોર્પોરેટ ક્ષેત્રમાં જાણીતા વ્યક્તિ આશિષ જોશીએ તીખી ટીકા કરી છે. આશિષ જોશીએ આક્ષેપ કર્યો કે સરકારે શ્રીવાસ્તવની ખોટી નિમણૂક કરી, અને જે પાઠકે સત્ય બહાર લાવ્યું, તેને હેરાન કરાય છે.

તેમણે જણાવ્યું કે ‘જે વ્યક્તિએ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રી લઈને નિમણૂક કરાવી, તેને સરકારે જ નિમ્યો. પહેલા યુનિ.ને કોમન એક્ટમાં લઈને બોગસ વ્યક્તિને મુકી દીધા, અને પછી પ્રોફેસર પાઠક તેની સામે લડ્યા. બુંદેલખંડ યુ.એ પહેલા લખીને આપ્યું કે બોગસ ડિગ્રી છે અને કોઈ વિજયકુમારે પીએચડી કરી નથી. પછી શ્રીવાસ્તવને ખબર પડી તો તેણે કોન્ટેક્ટ કર્યા, અને યુનિ.એ કહ્યું કે વિજય કુમારે પીએચડી કરી છે. સરકારે જોયા વિના જ ખોટી નિમણૂક કરી દીધી.’ જોશીએ વધુમાં કહ્યું કે શ્રીવાસ્તવ ગાંધીનગરમાં રહે છે, પણ તેઓએ પાઠક વિરુદ્ધ સોલામાં ફરિયાદ કરી. આથી, તેઓ માને છે કે સરકાર અને પોલીસ લડત લડનારને દબાવી રહી છે, અને આવા કેસમાં તપાસની જરૂર છે.

આ મામલો શૈક્ષણિક પારદર્શિતા અને ન્યાયની લડાઈનું પ્રતિક બન્યો છે, જેની તપાસનું પરિણામ રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રે મોટો પ્રભાવ પાડી શકે છે.

આ પણ વાંચો:  

Gujarat Rain: આજે રાજ્યના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ

Earthquake in Russia: રશિયામાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઈ

Gujarat News: ગુજરાતમાં 15 લાખ વાહનોમાં ડ્રાઈવરની વિગતો નહીં, મુસાફરોની સુરક્ષા પર સવાલ

General Munir : ‘અમને છેડશો તો અડધી દુનિયા ખતમ થઈ જશે’ : જનરલ મુનીરની ધમકીમાં કેટલો દમ?

Surat: કાકરાપાર જમણાંકાંઠા નહેર બંધના વિરોધમાં 10 હજાર ખેડૂતો કાઢશે રેલી, સિંચાઈ વિભાગનો કરશે ઘેરાવ

 IND vs PAK: ભારત-પાકિસ્તાન હાઇ-વોલ્ટેજ મેચની અડધી ટિકીટો પણ ના વેચાઈ, સોશિયલ મીડિયા પર #BoycottAsiaCup ટ્રેન્ડ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!