
Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી પર બ્રિજ બનાવવાની ચાલુ કામગીરી બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલું ભારેખમ માળખું (સ્કેફોલ્ડિંગ) અચાનક ધડાકાભેર તૂટી પડતાં ભારે દોડધામ મચી ગઇ હતી.
આ ઘટનામાં 5 કામદારો દટાયા હતા જેઓનું રેસ્ક્યુ કરી વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.જે પૈકી ચારની હાલત સ્થિર છે, જ્યારે એક ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.શ્રમિકો જ્યારે ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા હતા તે સમયે સંભવિત રીતે જેકની ખામી અથવા લોડ બેલેન્સના કારણે ઘટના ઘટી હોવાનું કહેવાય છે.
મહત્વનું છે કે ઔરંગા નદીનો પુલ જર્જરિત થઈ જતા ચોમાસા દરમિયાન પુરના પાણી તે જર્જરીત બ્રિજ ઉપર ફરી વળતા હોય લોકોને પડતી મુશ્કેલી નિવારવા આ બ્રિજની બાજુમા નવા બ્રિજનું નિર્માણ કરવા સરકારે મંજૂરી આપી હતી.
આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ રોયલ ઇન્ફ્રા નામની એજન્સીને મળ્યો હતો ,₹42 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજને બે વર્ષ અગાઉ મંજૂરી આપવામાં આવી હતી અને આવતા એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું થતું હતું અને બ્રિજના બે પીલરને જોડતા સ્લેબ બનાવવા ઉભું કરાયેલું માળખું ધસી પડ્યું હતું જે ખૂબજ ગંભીર ગણી શકાય કેમકે જો તે નબળા માળખા ઉપર બ્રિજનો સ્લેબ ભરવાની કાર્યવાહી શરૂ થાતતો મોટી જાનહાની થઈ શકતે.જોકે,આ ઘટના બાદ કલેક્ટરે કમિટી રચી આગળની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.
તો બીજી તરફ મીડિયામાં દિવસભર અહેવાલો ચાલતા સરકારે આ મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે અને ઘટનાની તપાસ કરવાની જવાબદારી માર્ગ-મકાન વિભાગના સર્કલ ઓફિસર (CO)ને સોંપવામાં આવી છે.
બાદમાં સરકાર આ રિપોર્ટના આધારે બ્રિજની ગુણવત્તામાં કોઈ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય અને વહીવટી પગલાં લઈ શકે છે.જોકે,આ ઘટનાને પગલે નાના એવા વલસાડ ટાઉનમાં ભારે ચર્ચા ઉઠી હતી અને સ્ટક્ચરની ગુણવતા ઉપર સવાલો ઉઠવા પામ્યા હતા.
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો








