
Valsad Crime: ઘણીવાર આરોપીઓ પોતાની કરતૂતો છૂપાવવા અનેક પેંતરા અપનાવતાં હોય છે. જો કે આવા આરોપીઓનો કોઈને કોઈ દિવસ પાપનો ઘડો ફૂટી જાય છે. તેવી જ એક ઘટના વલસાડમાંથી બહાર આવી છે. વલસાડમાં 21 વર્ષ પહેલા લૂંટને અંજામ આપનારો શખ્સ પોતાની કરતૂતને છૂપાવવા ઉત્તર પ્રદેશના કાશીમાં સંત બની બેઠો હતો. જો કે પોલીસે કાશીમાંથી આરોપીને ભગવા કપડાંમાં ઝડપી પાડ્યો છે.
આજથી 21 વર્ષ પહેલા વર્ષ 2004માં લૂંટના ગુનામાં 4 આરોપીઓ નાસતાં ફરતાં હતા. જેમાંથી બે આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે ઝડપાયેલા લોકોની પૂછપરછ કરતાં અન્ય આરોપી આનંદ તિવારી નામાનું પગેરુ મળ્યું હતુ. જે બાદ પોલીસ ઉત્તર પ્રદેશના કાશીમાં પહોંચી હતી. આરોપી કાશીમાં નામ બદલીને રહેતો હતો. કાશીમાં ચોર શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ બની બેઠો હતો.
21 વર્ષ પહેલા વલસાડના ભીલાડ પોલીસ સ્ટેશન નજીક આનંદ શિવ પૂજન તિવારીએ તેના અન્ય ત્રણ મળતિયાઓ સાથે ચપ્પુ, રિવોલ્વર અને અન્ય શસ્ત્રો સાથે 23,500ની લૂંટ કરી હતી. લૂંટ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા, જેમાં મુખ્ય કાવતરાખોર આનંદ શિવ પૂજન તિવારી ઉર્ફે આનંદ તિવારી વર્ષોથી ફરાર હોવાનું જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમને ધ્યાને આવ્યું હતુ.
જે બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીઓને પહેલા ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતુ. કે આરોપી આનંદ તિવારી કાશીમાં સંત બનીને આશ્રમ ચલાવી રહ્યો છે. જે બાતમી આધારે ભિલાડ પોલીસ મથકના 4 પોલીસ જવાનો ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા હતા. જ્યા તેમને વેશ પલટો કરી તપાસ હાથ ધરી હતી. આ ટીમે ત્રણથી ચાર દિવસ તપાસ કરી હતી.
જે બાદ પોલીસે કાશી ખાતે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ નામ ધારણ કરી સંત બની રહેતા આરોપી આનંદ તિવારીને ઝડપી પાડ્યો હતો. હાલ 21 વર્ષે ઝડપાયેલા આરોપીને વલસાડ લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે સાથે 21 દરમિયાન તેણે બીજા કોઈ ગુના કર્યા છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે. આ આનંદ તિવારી કુંભ મેળામાં પણ ગયો હોવાની પોલીસે જણાવ્યુ છે.
આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ
આ પણ વાંચોઃ Anand: સરદારના નામે લાભ લેતાં એકેય ધારાસભ્ય કરમસદ અંગે કેમ ન બોલ્યા?
આ પણ વાંચોઃ Gandhinagar: ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓનું ત્રીજા દિવસે આંદોલન ચાલુ, ‘ઠરાવ કરો’
આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?