Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

Valsad News:  વલસાડના વાપીમાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં બે શખ્સોએ એક યુવકને એવી રીતે માર્યો છે કે તમે પણ હચમચી જશો. એક શખ્સ યુવકને પગ તળે દબાવી રાખે છે અને બીજાએ પથ્થર ઉંચો કરી મારતાં ચીસો સમાતી નથી. શખ્સ દ્વારા પથ્થર 10થી વધુ વખત મારવામાં આવ્યા છે. આ ઘટનામાં લોકો ઉભા ઉભા જોઈ રહ્યા હતા. હાલ બંને આરોપીઓને પોલીસે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ છે.

મળતી જાણકારી અનુસાર વલસાડ જીલ્લાના વાપી શહેરના મોટી સુલપડ વિસ્તારમાં હુમલાની ઘટના બની હતી. બિહારી નગર તરફ જઈ રહેલા 23 વર્ષીય અનમોલ અનિલ શર્મા પર બે શખસોએ પથ્થરથી હુમલો કર્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો છે. ભોગ બનનાર અનમોલ વાપી મોટી સુલપડમાં યોગેશભાઈની ચાલીમાં રહે છે. આરોપી પ્રવીણ ભીખુ પટેલ અને ચેતન પટેલે અનમોલને ગ્રાઉન્ડમાં મળ્યા બાદ પાછળથી પકડી લીધો હતો. બંને આરોપીઓએ અનમોલ પર હુમલો કર્યો હતો.

એક ઈસમે યુવકને પગ નીચે દબાવી દીધો હતો. જ્યારે બીજા ઈસમે શરીર પર પથ્થર વડે હુમલો કર્યો હતો. એક બાદ એક 10થી પણ વધુ વખત પથ્થરથી માર માર્યો હતો. હુમલામાં અનમોલના હાથ-પગ સહિત શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. એક પગ ફ્રેક્ચર થયું છે. હાલ તે સારવાર હેઠળ છે.

વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંનેને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે. આ હુમલાની ઘટના બની ત્યારે માત્ર લોકો મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતા. યુવકને કોઈએ બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. ઉલ્લેખનીય છે કે આ હુમલો કયા કારણોસર થયો તે સામે આવ્યું નથી.

આ પણ વાંચો:

Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર

Gujarat માં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં 17 નવા કેસ

Bihar: ઘોડો માનવીય ચાલબાજીમાં ફસાયો, હવે શું થશે?

Abortion Scam Bavla : દવાખાનામાં નહીં ગેસ્ટહાઉસમાં ગર્ભપાતનું કૌભાંડ, નર્સની ધરપકડ

સોનુ સૂદે બરફીલા પહાડમાં બાઇક ચલાવી ભૂલ કરી, હવે હિમાચલ પોલીસે કરી કાર્યવાહી | Sonu Sood

MP: ‘વીડિયો મારો નથી, કાર પણ વેચી દીધી…’, હાઇવે પર મહિલા સાથે સેક્સ માણનારા નેતાનું નિવેદન

MP: ‘વીડિયો મારો નથી, કાર પણ વેચી દીધી…’, હાઇવે પર મહિલા સાથે સેક્સ માણનારા નેતાનું નિવેદન

ભાજપા નેતાએ હાઈવે પર જ નગ્ન મહિલા સાથે શારીરિક સંબંધ બાધ્યા, પોલીસે શું કહ્યું? | Manohar Lal Dhakad

Rajkot: ધોરાજીમાં રોડ ઓળંગતી 21 વર્ષિય યુવતીને બોલેરોચાલકે કચડી નાખી

Amul દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દાણના ભાવમાં પણ ઘટાડો

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”